પાટણ : 11 ફેબ્રુઆરી
પાટણ નગરપાલિકાનો વિસ્તાર અને વસ્તી દિવસે દિવસે વધી રહી છે ત્યારે ભવિષ્યના વર્ષોમાં પાટણના નગરજનોને નવા ફિલ્ટર પ્લાન્ટ બાકી રહેતા વિસ્તારોમાં ઓવરહેડ ટાંકી સહિતના વિકાસના અંદાજિત 32 કરોડના પ્રોજેક્ટના સર્વેનો આજે પદ્મનાથ ચાર રસ્તા પાસે કેનાલ પર પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કે સી પટેલ દ્વારા સર્વેની કામગીરી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પાટણ શહેર ની હાલની વસ્તી પોણા બે લાખ ની છે અને શહેરનો ધેરાવો 48 કિ.મી.મા પથરાયેલ છે ત્યારે પાટણ નગરમા સુવિધા શાંતિ અને સલામતીના કારણે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ પાટણમાં સ્થાઈ થઈ રહ્યા છે ત્યારે શહેરના વિકસિત વિસ્તારોને ધ્યાનમાં રાખીને રાજય સરકાર અને નગરપાલિકા દ્વારા આ વિકસિત વિસ્તારોને પાણી ની સુવિધા ઉપલબ્ધ બની રહે તે માટે રૂ.32 કરોડનાં ખર્ચે પાણી નાં સંમ્પ,નવીન પાઈપ લાઈન ,નવીન ટાંકીઓ ઉભી કરવા માટે હાથ ધરાનાર સર્વેની કામગીરી નો પ્રારંભ શુક્રવારના રોજ પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક થી ગુજરાત પ્રદેશ ભાજપ નાં પૂર્વ મહામંત્રી કે સી પટેલ ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કે.સી.પટેલે જણાવ્યું હતું કે ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ કામોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તો શહેરી વિસ્તારનાં કામો ઝડપી હાથ ધરવામાં આવે તેની પાલિકાના સત્તાધીશો ચિતાઓ કરી સરકાર માં રજુઆત કરી ગ્રાન્ટ મેળવી શહેરીજનો ની સુખાકારી નાં કામો કરી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર અને નગરપાલિકા દ્વારા શહેરના વિકસિત વિસ્તારોને ભવિષ્યમાં પાણીની તકલીફ ઉભી ન થાય તે માટે રૂ.32 કરોડ નાં ખચૅ નવીન સંમ્પ,પાણીની પાઈપલાઈન, પાણીની નવીન ટાંકીઓ કાયૅરત બનાવવામા આવનાર છે જેની સવૅની કામગીરી નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
શહેરના પદમનાભ ચાર રસ્તા નજીક હાથ ધરવામાં આવેલ સર્વેની કામગીરીનો પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ દ્વારા શ્રીફળ વધેરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી મનોજ પટેલ, શૈલેષ પટેલ ,પાલિકા વોટર વર્કસ શાખાના ચેરમેન દીક્ષિત પટેલ, પૂવૅ પાલિકા પ્રમુખ હેમંત તન્ના, ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન જયેશભાઈ પટેલ સહિત નાં કોર્પોરેટરો, ભાજપના આગેવાનો,કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા.