બોરસદ: ૧૮ જાન્યુઆરી
બોરસદ શહેરના ભાવસાર વાડમાં જાહેરમાં લઘુશંકા કરવા બાબતે ચાર મુસ્લિમ યુવકને ઠપકો કરતાં તેઓ ઉશ્કેરાઇ ગયાં હતાં અને ઘાતક હથિયાર સાથે સજજ ટોળાએ ઠપકો કરનાર પરિવાર પર હુમલો કર્યો હતો. આ અંગે બોરસદ શહેર પોલીસે ટોળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ બાબતને લઈ બોરસદમાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે.
બોરસદ શહેરમાં મુસ્લિમ યુવકોની દાદાગીરી અને અશોભનીય જાહેર વ્યવહારે નગરજનોમાં આક્રોશ ઉભો કર્યો છે.વળી આ ઘટનાને લઈ શહેર અને પંથકમાં કોમી વાતાવરણ તંગ બન્યું છે.બોરસદ શહેરના ભાવસાર વાડની ખડકી સામે ખુલ્લી જગ્યામાં ચાર મુસ્લિમ યુવક જાહેરમાં લઘુશંકા કરી રહ્યાં હતાં. આથી, મહેશભાઈ પંચાલે તેને ઠપકો કરતાં આ ચારેય શખ્સ ઉશ્કેરાઇ ગયાં હતાં અને અપશબ્દ બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટનાની થોડી મિનિટમાં સૈયદ ટેકરા તરફથી દોઢ સોથી બસ્સો માણસોનું ટોળું લાકડી તથા લોખંડની પાઇપ સાથે ધસી આવ્યું હતું .
મહત્વનું છે કે અતિઆક્રમક રીતે આવેલ મુસ્લિમોના ટોળાએ મહેશભાઈની ખડકીનો દરવાજો ખોલી તેમની ઉપર જીવલેણ હુમલો કરી મારમારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત અરબાઝ સૈયદ નામના શખસે મહેશભાઈને પેઢા પર પણ લાત મારી હતી. જ્યારે મહેશભાઈની પત્નીનો હાથ પકડી ખેંચી ઝપાઝપી કરી મચકોડી નાંખી ઇજા પહોંચાડી હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલાને થાળે પાડ્યો હતો.
આ અંગે ઘવાયેલા મહિલાની ફરિયાદ આધારે અરબાઝ સૈયદ, સોહિલ અસરફ, અંજુમ અકીલ સૈયદ, મુસ્તાકઅલી મુમતાઝ અલી સૈયદ અને તેનો મોટો ભાઇ તથા દોઢ સોથી બસ્સો મુસ્લિમ લોકોના ટોળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.