Home Trending Special બિઝનેસ ટાઇકુન મુકેશ અંબાણીને મળી જાનથી મારી નાખવાની ધમકી , ’20 કરોડ...

બિઝનેસ ટાઇકુન મુકેશ અંબાણીને મળી જાનથી મારી નાખવાની ધમકી , ’20 કરોડ રૂપિયા ચૂકવો નહીં તો જાનથી મારી નાખીશું’

108
0

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે, એમ પોલીસના સુત્રોએ જણાવ્યું હતું. એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મુકેશ અંબાણીની કંપનીના ID પર મોકલવામાં આવેલા ઈ-મેઈલમાં કહેવામાં આવ્યું છે કે અબજોપતિએ 20 કરોડ રૂપિયા ચૂકવવા જોઈએ નહીં તો તેને મારી નાખવામાં આવશે.

ધમકીભર્યા ઇ-મેઇલમાં જણાવ્યા અનુસાર “જો તે 20 કરોડ રૂપિયા નહીં આપે તો મારી નાખવામાં આવશે તેમજ તેમની પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે,” એમ લખવામાં આવ્યું હતું.  મુકેશ અંબાણીને આ સપ્તાહની શરૂઆતમાં જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

આ ધમકી શાદાબ ખાન નામના વ્યક્તિ દ્વારા 27 ઑક્ટોબરના રોજ મોકલવામાં આવી હતી, પોલીસે ઉમેર્યું હતું કે મુકેશ અંબાણીના મુંબઈ નિવાસસ્થાન, એન્ટિલિયાના સુરક્ષા અધિકારીઓએ તેમના ધ્યાન પર જાનથી મારી નાખવાની ધમકી લાવ્યા પછી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મુંબઈની ગામદેવી પોલીસે IPC કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

અંબાણી અને તેમના પરિવારના સભ્યોને નિશાન બનાવવાની ધમકી આપતા અનામી કોલ કરવા બદલ મુંબઈ પોલીસે ગયા વર્ષે બિહારના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ફોન કરનારે દક્ષિણ મુંબઈમાં અંબાણી પરિવારના નિવાસસ્થાન ‘એન્ટીલિયા’ની સાથે એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને “ઉડાવી દેવાની” ધમકી આપી હતી.

અંબાણી માટે ધમકીભર્યા સંદેશાઓ કંઈ નવું નથી. મળતા સમાચાર પ્રમાણે નવેમ્બર 2021 માં, એક ટેક્સી ડ્રાઈવરે એન્ટિલિયાને સંભવિત ખતરા વિશે ટિપ આપી હતી, જેના પગલે મુંબઈ પોલીસ દ્વારા અંબાણી ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. 25 ફેબ્રુઆરી, 2021ના રોજ, વિસ્ફોટકથી ભરેલી SUV દક્ષિણ મુંબઈના કાર્માઈકલ રોડ પર એન્ટીલિયા નજીક પાર્ક કરેલી મળી આવી હતી. આ મામલાએ તપાસ એજન્સીઓ અને રાજ્ય સરકારને હચમચાવી દીધી હતી. પોલીસને જિલેટીન લાકડીઓ સાથે અંદરથી છાપેલી ધમકીની નોંધ મળી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે આ માત્ર “ટ્રેલર” છે અને માત્ર છૂટક લાકડીઓને બદલે આગલી વખતે વિસ્ફોટકો એસેમ્બલ કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here