ગુજરાતમાં નવરાત્રી (navratri 2023 )દરમિયાન મધરાત 12 પછી ગરબા યોજવા પર પ્રતિબંધ હતો. આ અંગે ત્યાંના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હવે સરકાર મધરાત 12 પછી આવી ગરબા રોકશે નહીં.
ગુજરાતીઓને હવે મજ્જા પડશે કારણ કે નવરાત્રી દરમિયાન મધરાત 12 પછી ગરબા યોજવા પર પ્રતિબંધ હતો ત્યારે હવે સરકાર મધરાત 12 પછી આવી ગરબા રોકશે નહીં. ગુજરત સરકારના નિર્ણય પછી ગુજરાત પોલીસ રાત્રી દરમિયાન સોસાયટી,ક્લબમાં રાત્રી 12 વાગ્યા પછી ગરબા બંધ કરવા નહિ જાય તેવું રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું.નવરાત્રી પર્વની મજા બધા માણી શકે અને માતાની આરધના કરી શકે તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર 12 વાગ્યા સુધી ગરબા રમવા માત્ર આટલા સમયમાં ગરબા રમીને ઘરે પરત ફરવું એ ગુજરાતીઓને સંતોષ તો ન જ હતો.હવે સંતોષ અને ચહેરા પર સ્મીત સાથે ગુજરાતીઓ ગરબા રમશે.
હર્ષ સંઘવી , રાજ્ય ગૃહમંત્રી
નવરાત્રી પર્વ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોલીસ વિભાગને પણ સૂચનાઓ આપી હતી. રાત્રી દરમિયાન પાન-મસાલાની દુકાનો ખાણી-પીણી બજારો પણ બંધ નહિ કરાવવા આદેશ આપ્યા છે.
રાજ્ય સરકારના આ આદેશથી ગરબા રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આ સાથે સાથે અમદાવાદ માં ચાલતી મેટ્રોની સેવા પણ રાત્રી ના 2.00 વાગ્યા સુધી ચાલુ રહેશે. જેથી ગરબામાં વ્હીકલ વગર આવે તેઓને રાત્રી ગરબા રમી ઘરે પરત જવા કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે ગુજરાત સરકારના આદેશથી ગુજરાતની જનતામાં ખુશીનો મહોલ જોવા મળી રહ્યો છે.