Home અમદાવાદ શું … નવરાત્રિમાં પડશે વરસાદ !!!! ,  મેઘરાજા ગરબાના મજા બગાડી શકે...

શું … નવરાત્રિમાં પડશે વરસાદ !!!! ,  મેઘરાજા ગરબાના મજા બગાડી શકે છે , હવામાને કરી આગાહી ….

97
0

ગુજરાતીના લોકપ્રિય તહેવાર એવા નવરાત્રીમાં ગરબા રસિકો માટે માઠા સમાચાર આવ્યા છે. ફક્ત નવરાત્રિમાં જ નહીં પરંતુ ભારત-પાકિસ્તાનની મેચ પણ આ વરસાદ બગાડશે તેમ લાગી રહ્યું છે. 14 ઓકટોબર એટલે કે આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત પાકિસ્તાનની મેચ અને નવરાત્રિ, બંનેમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

નવરાત્રિ અને ક્રિકેટ મેચ બગડશે
ગુજરાતીઓ ગરબાને લઇ કોમ્પ્રોમાઇજ ન કરે. પરંતુ આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓને ગરબાની મજા પૂરેપૂરી માણી શકશે નહીં. ત્યારે અમદાવાદમાં 15 અને 16 ઓકટોબરે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ફરી વરસાદી માહોલ સર્જાવાનો છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ આવવાની શક્યતા વર્તાઇ છે.

અમદાવાદમાં હળવા વરસાદની આગાહી : હવામાન વિભાગ
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર ભારત – પાકિસ્તાનની મેચના દિવસે અને પહેલા નોરતા તેમજ બીજા નોરતે સમગ્ર રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે તો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ રહી શકે છે. આ દરમિયાન દક્ષિણ અમદાવાદમાં વરસાદ રહેશે. ત્યારે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

અમરેલીમાં મેઘરાજાનું આગમન  
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગત રાત્રિએ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી હતી. જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ દામનગર બાદ મોટા આકડીયા, નાના આકડીયા, મોટા માચિયાળા, નાના માચિયાળા, ચિતલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

ક્રિકેટ રસિકો જે ભારત – પાકિસ્તાનની મેચને લઇ ઘણો ઉત્સાહ હતો અને ઘણાં સમયથી રાહ જાઇ રહ્યા છે તે લોકોને જણાવી દઇએ કે આ મેચમાં અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવાઇ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઇએ તો તા. 14 અને 15 ઓક્ટોબર અને 16 ઓકટોબરના રોજ અમદાવાદ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે વાત કરીએ તો ઉત્તર અમદાવાદમાં વરસાદની શક્યતા નહિવત્ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here