Home અમદાવાદ અમદાવાદમાં ગરબા આયોજકોએ પાલન કરવી પડશે આ ગાઇડલાઇન , અમદાવાદ પોલીસે કરી...

અમદાવાદમાં ગરબા આયોજકોએ પાલન કરવી પડશે આ ગાઇડલાઇન , અમદાવાદ પોલીસે કરી જાહેર ….

115
0

કેટલાંય દિવસોથી રાહ જોઇ રહેલાં નવલાં નોરતાંને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વાત કરીએ તો અમદાવાદમાં આ વખતે અંદાજે 40 થી વધુ જગ્યાઓ પર ગરબા આયોજકો મોટા પાયે ગરબાનું આયોજન કરવાના છે. ત્યારે અમદાવાદ પોલીસે ગરબા રસિકો માટે નવરાત્રિ (NAVRATRI )માં સલામતીના ભાગરૂપે ગરબા આયોજકો માટે ગાઇડલાઇન બહાર પાડી છે. જેમાં આયોજકો જરૂરી ડોક્યુમેન્ટ અને રજીસ્ટ્રેશન કર્યા પછી ગરબા આયોજકોને મંજુરી મળશે. ગાઇડલાઇન મુજબ ગરબા આયોજકોએ ખેલૈયાઓ માટે વિમા પોલિસી લેવી પડશે, તેમજ ફાયરસેફટી , CCTV અને પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવી પડશે. જ્યાં પાર્કિંગ ગરબા સ્થળથી 100 મીટર આસપાસ હોવું જોઇએ.

અમદાવાદ પોલીસ (AHEMDABAD POLICE )ના 12 જેટલા ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. જે આ મુજબ છે.  નવરાત્રિ માટેની અરજી કરવી , આયોજકનું આધાર કાર્ડ તેમજ જગ્યા માલિકનું સંમતિપત્ર (જગ્યા ભાડે આપી હોય તો તેનો પુરાવો) રજૂ કરવાનો રહેશે. તેમજ મહિલા તેમજ પુરુષ સિક્યોરિટી ગાર્ડની સંખ્યા સાથેની વિગતો , ફાયર સેફટી અંગેનું કોર્પોરેશનનું પ્રમાણપત્ર , ઈલેક્ટ્રિક ફિટિંગ અંગેનું ગર્વમેન્ટ ઓથોરાઈઝડ ઈલેક્ટ્રિશિયનનું પ્રમાણપત્ર તેમજ જનરેટરની વ્યવસ્થા કરી છે કે નહીં તેની વિગત આપવાની રહેશે. CCTV કેમેરા ક્યાં-કેટલા લગાવ્યા છે તેની વિગત પણ આપવી પડશે. ઉપરાંત સાઉન્ડ સિસ્ટમવાળા વ્યક્તિનું નામ-સરનામુ સહિતની વિગત , આર્ટિસ્ટનું સંમતિપત્ર પણ આપવું પડશે, તેમજ વીમા પોલિસી અને પાર્કિંગની વ્યવસ્થાની વિગત આપવાની રહેશે.

ગરબા આયોજકોએ ગરબામાં પાર્કિંગ અને ટ્રાફિક જાળવવુ સૌથી વધુ મહત્વનું છે. જેથી પોલીસે વધારે મહત્વ આપ્યું છે. તેમજ આયોજકોએ પાર્કિંગમાં ENTRY – EXIT પર કેમેરા લગાવવા જરૂરી છે અને ગરબા સ્થળ પર પુરૂષ – મહિલા સિક્યોરીટી ગાર્ડ તૈનાત કરવા પડશે.  ત્યારે ગરબા માટે રાત્રિના 12 વાગ્યા સુધી જ પરમિશન અપાઇ છે. તેની સાથે સાઉન્ડ મર્યાદામાં વગાડવાનો રહેશે. જેથી આસપાસના વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિને મુશ્કેલી ન પડે.

વાત કરીએ તો તાજેતરમાં રાજ્યભરમાં હાર્ટ એટેકના કેસમાં વધારો નોંધાતા આવી રહેલા નવરાત્રિના પર્વ પર રાજકોટ કલેક્ટરે ગરબા આયોજકો સાથે બેઠક કરી હતી. જ્યાં ગરબા (GARBA )આયોજરોએ ગરબાના સ્થળ પર તબીબના ટીમ , એમ્બ્યુલન્સ તો પ્રાથમિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે. ઉલ્લેખનીય છે કે RMC , જિલ્લા પંચાયત , ડૉક્ટર્સ સાથે વાતચીત કરી નવરાત્રિ માટે એડવાઇઝરી પણ જાહેર કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here