વડોદરા શહેરને ગુજરાતની કલાનગરી કહેવાય છે. ત્યારે હાલમાં ચાલી રહેલા ગણેશોત્સવમાં ગણપતિ બાપ્પાના વિવિધ શણગાર શહેરમાં જોવા મળે છે. ત્યારે આજે એવા સિંહાસનની વાત કરવી છે જે તસવીર જોઇને તમે ચોંકી જશો. વાત કરવી છે આજે શહેરમાં અનોખા થીમ સાથે ગણપતિ બાપ્પાનું સિંહાસન તૈયાર કરાયું છે.
વડોદરા શહેરના સોની પરિવાર દ્વારા એક અનોખી થીમ પર ગણેશજીનીં સ્થાપના કરી છે. જેમાં પરિવારે 1500 જેટલા માટીના કોડિયાનો ઉપયોગ કરી કળશ બનાવ્યો છે. તેમજ આ કળશ ઉપર નારિયેળના છોતરાંનો ઉપયોગ કરીને નારિયેળના આકારમાં સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે. જે સિંહાસન ઉપર માટીના ગણપતિની સ્થાપના કરાઇ છે. ઉલ્લેખનીય છે કે ગણેશ વિસર્જન બાદ માટીના કોડિયાને આવી રહેલા દિવાળીના તહેવારમાં જરૂરિયાતમંદ અને ગરીબ લોકોમાં વિતરણ કરાશે.
મળતી માહિતી મુજબ અંદાજે છેલ્લા 10 વર્ષથી ગણેશજીની પરિવાર દ્વારા સ્થાપના કરાય છે. અને દર વર્ષે ગણપતિ થીમ પર અલગ અલગ ડેકોરેશન કરાય છે. આ ડેકોરેશન પાછળનો હેતુ લોકો ચાઇનીઝ વસ્તુઓનો ઉપયોગ છોડી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરે તે માટે કરાયું છે. ત્યારે આ ડેકોરેશન કરતાં આશરે દોઢ મહિના જેટલો સમય લાગ્યો હતો.