Home રાજકોટ રાજ્યના ખેડૂતો માટે આઇ ખેડૂત પોર્ટલને ૭ ઓગસ્ટથી ખુલ્લુ મુકાશે

રાજ્યના ખેડૂતો માટે આઇ ખેડૂત પોર્ટલને ૭ ઓગસ્ટથી ખુલ્લુ મુકાશે

168
0

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ પૈકી  તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો,વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મૂલ્ય વૃધ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકોનો મહતમ લાભ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલનો ખુલ્લું મુકવામાં આવશે.

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરે રાજયના ખેડૂતો માટે વિવિધ ઘટકો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવાના નિર્ણયને આવકારી જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત થાય તે માટે પ્રધાનમંત્રી કિસાન કલ્યાણ સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ત્યારે સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહતદરે વીજળી પુરી પાડવામાં આવી રહી છે. ત્યારે રાજયના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ પૈકી તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો,વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મૂલ્ય વૃધ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકોની સહાયની યોજનાનો મહતમ લાભ મળી ૨હે તથા ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો થાય તે આશયથી રાજય સરકાર દ્વારા આગામી 7  ઓગસ્ટ 2023 થી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવી રહયું છે, જેથી બહોળા પ્રમાણમાં ખેડૂતો આ યોજનાનો મહતમ લાભ લઈ શકે. ત્યારે ઉપરોકત બંને યોજનાઓમાં વિવિધ ઘટકો મુજબ સબસીડી મળવાપાત્ર છે.

રાજયભરના ખેડૂતવર્ગમાં રાજય સરકારના આ નિર્ણયથી ખુશાલી વ્યાપી ગઈ છે. ત્યારે રાજય સરકાર દ્વારા વધુ એક ‘આઈ ખેડૂત’ પોર્ટલ નો પ્રારંભ કરવાના ખેડૂત હીતલક્ષી નિર્ણયને આવકારી રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને રાજયના કૃષી મંત્રી રાઘવજીભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા અને રાજકોટ જિલ્લાના ખેડૂતોને મોટી સંખ્યામાં આઇ ખેડૂત પોર્ટલ પર વહેલી તકે નોંધણી કરાવીને મહત્તમ લાભ લેવા હાકલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here