અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે, જેના પગલે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર ખતરો તોળાય રહ્યો છે. ચોમાસું જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે એ સમયે જ અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તેવી શક્યતા દેખાઈ રહી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેવાની આગાહી છે. તેમજ આગામી બે દિવસ અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, અમરેલી, ભાવનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાક દરમિયાન થંડરસ્ટ્રોમ એક્ટિવીટી સર્જાશે અને 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને બનાસકાંઠા, તાપી, ભાવનગરમાં ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તેમજ જામનગર, કચ્છ, દ્વારકામાં 30થી 40 કિલોમીટર અને વધીને 50 કિલોમીટરની ઝડપે પવન ફુકાવાની શક્યતા છે.