Home દેશ ઓડિશાના ટ્રેન અકસ્માતમાં 230થી વધુ લોકોના મોત, PM મોદીએ બોલાવી હાઇલેવલની બેઠક….

ઓડિશાના ટ્રેન અકસ્માતમાં 230થી વધુ લોકોના મોત, PM મોદીએ બોલાવી હાઇલેવલની બેઠક….

313
0

શુક્રવારે હાવડાથી ચેન્નઈ તરફ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનને એક મોટો અકસ્માત નડ્યો. આ અકસ્માતમાં એક-બે નહીં પણ ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં સતત મૃત્યુઆંક વધી રહ્યો છે અને અત્યાર સુધી 230થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી સામે આવી છે.

જ્યારે 800થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો છે. દુર્ઘટના અંગે રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તપાસ બાદ જ અકસ્માતનું સાચુ કારણ બહાર આવશે. રેલવેની સાથે એનડીઆરએફ, એસડીઆરએફ અને રાજ્ય સરકાર બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. તમામ સંભવિત આરોગ્ય સુવિધાઓ તાત્કાલિક ધોરણે રેલવે મંત્રાલય તેમજ કેન્દ્ર સરકાર તરફથી પૂરી પાડવામાં આવી રહી છે.

આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પીએમ તરફથી બે લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર તેમજ રેલવે મંત્રાલય દ્વારા 10 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરી મૃતકોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

બીજીબાજુ ઓડિશા સરકારે શનિવારે તમામ કાર્યકર્મો રદ કરીને 1 દિવસના રાજકીય શોકના આદેશ આપ્યા છે, તો તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને પણ એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે.

ઓડિશા  ટ્રેન દુર્ઘટના પર PM મોદીએ હાઈ લેવલની બેઠક બોલાવી છે. બાલાસોર ટ્રેન દુર્ઘટનાની સમીક્ષા કરવા માટે PM મોદીએ તાત્કાલિક મીટિંગ બોલાવી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here