ભાવનગરના એડવોકેટે દ્વારા કરવામાં આવી રહી છે, ઉમદા કામગીરી. સમાજમાં સંવેદનશીલતા અને સમાનતાના સંદેશ સાથે કરી રહ્યાં છે સાયકલ યાત્રા. યાત્રા દરમિયાન 15000થી વધુ લોકોનો સંપર્ક કર્યો છે અને ભણાવ્યા છે, માનવતાના પાઠ”પોઝીટીવ પ્રકાશ અભિયાન”હેઠળ ભાવનગરના ઉમરાળા ગામના વતની પ્રકાશભાઈ ડાભી એક મીશન પર નીકળ્યા છે. આ અભિયાન વિશે તેઓએ જણાવ્યું હતું કે પોઝિટિવ પ્રકાશ અભિયાન અંતર્ગત “એક યાત્રા સ્વીકાર ઔર સન્માન કી ઓર” અને “સબકો અપનાવો માનવતા બઢાઓ” ના સ્લોગન સાથે તેઓ સાયકલ યાત્રા દ્વારા માનવ ધર્મ અને માનવતા ,પરસ્પર સમ્માન અને એકાત્મભાવનો સંદેશ લઈને ભાવનગરથી નીકળ્યાં છે. અત્યાર સુધીમાં પ્રકાશભાઈએ 100 થી વધુ શાળા કોલેજો અને સંસ્થામાં 15000 હજાર થી વધુ લોકો અને વિદ્યાર્થી યુવાનો સાથે સંવાદ કરતા કરતા આજ રોજ 2200km થી વધુ નું અંતર કાપી આણંદ ખાતે આગમન કરેલું છે..જ્યાં તેમંનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.