Home ટૉપ ન્યૂઝ ભારતીયોનો સોના માટેનો પ્રેમ દુનિયા જોઈ રહી છે!

ભારતીયોનો સોના માટેનો પ્રેમ દુનિયા જોઈ રહી છે!

205
0

વિશ્વના કુલ સોનાના ભંડારનો 8% હિસ્સો આપણી પાસે છે. એટલે ભારતમાં છે. જેની પુષ્ટી  વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી છે. આરબીઆઈ પાસ કેટલું સોનું છે. તેના પર નજર કરીએ તો, RBI પાસે 45.20 બિલિયન ડોલરનું સોનું છે.

 

સોના ભાવમાં જોરદાર ઉછાળો આવવા છતાં ભારતીય રિઝર્વ બેંકે ફેબ્રુઆરી 2023માં 3 ટન સોનું ખરીદ્યું છે. આ ખરીદી બાદ આરબીઆઈ પાસે ગોલ્ડ રિઝર્વ વધીને 790.2 ટન થઈ ગયું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર આરબીઆઈની આ ખરીદી બાદ વિશ્વના 8 ટકા ગોલ્ડ રિઝર્વ હવે  માત્ર ભારત પાસે છે. ડેટા અનુસાર 2022ના પહેલા ક્વાર્ટરમાં ભારતમાં કુલ 760.42 ટન સોનું હતું. બીજા ક્વાર્ટરના અંતે 767.89 ટન, ત્રીજા ક્વાર્ટરના અંતે 785.35 ટન અને 2022ના ચોથા ક્વાર્ટરના અંતે 787.40 ટનનો અનામત હતો. એટલે કે છેલ્લા એક વર્ષમાં આરબીઆઈએ લગભગ 30 ટન સોનાની ખરીદી કરી છે.

યુદ્ધના માહોલ અને ગ્લોબવ તણાવને ધ્યાને રાખતા આરબીઆઈએ સારા વળતર અને સલામત રોકાણ માટે સોનાની સારી એવી ખરીદી કરી રહી છે. જૂન 2020-21માં 33.9 ટન સોનું ખરીદ્યું હતું. 2021-22માં 65 ટન અને એપ્રિલ 2020 થી સપ્ટેમ્બર 2022 ની વચ્ચે આરબીઆઈએ 132.34 ટન સોનું ખરીદ્યું છે. તે જ સમયે ભારતીયો પાસે લગભગ 25,000 ટન સોનું છે.

ડોલર સામે રૂપિયાની નબળાઈના કારણે પણ સોનાના મૂલ્યમાં વધારો થયો છે. તાજેતરના સમયમાં એક વાત સામે આવી છે કે દુનિયાભરની તમામ સેન્ટ્રલ બેંકો આર્થિક ઉથલ પાથલમાં સોનાની ધૂમ ખરીદી કરી રહી છે. આ શ્રેણીમાં RBI પણ બાકાત નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here