ગીરસોમનાથ : 23 માર્ચ
ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીના ગઢ ગણાતા તાલાળા ગીર પંથકમાં કેસર કેરીના પાકનો સફાયો કર્યો 25% જ પાક બચ્યો હતો તેમાં પણ પાણી ઢોળ અને કરા પડતા કેરી બજારમાં આવવી અઘરી છે ભારે માત્રામાં કેરીઓ ખરી પડતા તમામ કેરી પર કાળા ચાંદા પડી ગયા કેસર કેરીના બગીચાઓ ધરાવનારા ખેડૂતો સરકારને યોગ્ય મદદ કરવાની માંગ કરી રહ્યા છે.
ગીરમાં આ વખતે ત્રણ ચાર તબક્કે ફ્લાવરિંગ આવ્યું હતું અને ક્રમશઃ કેરી વિવિધ વાતાવરણના કારણે ખરી પડતી હતી આમ છતાં ૨૫ થી ૩૦ ટકા કેસર કેરી બગીચાઓમાં રહી હતી પરંતુ કોમોસમી માવઠું અને સાથે કરા પડતા આ કરા કેરીના ફળને ટકરાતા કેસર કેરી ખરી અને કાળી પડી ગઈ છે જે નાની કેરીના બજારમાં અઠવાડીયા પહેલા કિલોના સો રૂપિયા હતા તે કેરી મા કાળા ચાંદા પડવાના કારણે આજે બજારમાં બે રૂપિયામાં કિલો કોઈ ખરીદવા તૈયાર નથી આમ ખેડૂતોને મોઢે આવેલો કોળિયો કમોસમી માવઠાને જુટવી લીધો છે…
ખેડૂતોની વાત માનીએ તો છેલ્લા પાંચેક વર્ષથી સતત કેરીના પાકમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યૂ છે ત્યારે આ કેરીની સીઝન ભારે સંકટ વાળી સાબિત થઈ છે કારણ કે 80% થી વધુ કેરી કમોસમી માવઠા અને કરા ના પડવાના કારણે ખરી પડી છે અને હવે જેટલી ઝાડ પર છે તેને પણ પાણી અડવાથી બગડી જવાનો પૂરો સંભવ છે જેથી ખેડૂતો ભારે નુકસાનીમાં જઈ રહ્યા છે અને સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે..