Home પંચમહાલ જીલ્લો ISMW દ્વારા “નાણાંકીય સાક્ષરતા સપ્તાહ” ની ઉજવણી

ISMW દ્વારા “નાણાંકીય સાક્ષરતા સપ્તાહ” ની ઉજવણી

562
0

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકામાં ISMW દ્વારા “નાણાંકીય સાક્ષરતા સપ્તાહ” ની ઉજવણી.

રિઝર્વ ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ હેઠળ ઇન્ડિયન સ્કુલ ઓફ માઇક્રોફાઇનાન્સ ફોર વુમન (ISMW) દ્વારા નાણાંકીય સાક્ષરતા કેન્દ્ર (સીએફએલ) હાલોલ અંતર્ગત કાલોલ તાલુકામાં તા.13/02/2023 સોમવારથી તા.17/02/2023 શુક્રવાર સુધીમાં “નાણાંકીય સાક્ષરતા સપ્તાહ” ની ઉજવણી કરવામાં આવી હતી.”નાણાંકીય સાક્ષરતા સપ્તાહ” નો મુખ્ય હેતુ સક્રિય બચત, આયોજન અને બજેટ ઉપરાંત આજના ટેક્નોલોજીના જમાનામાં લોકો લોભામણી જાહેરાતો અને લાલચમાં આવીને પોતાના ડેબીટ અને ક્રેડિટ કાર્ડની વિગતો, ઓટીપી વગેરે શેર કરી દેતા હોય છે અને છેતરાય જતા હોય છે તેનાથી બચવા સાવચેતીના પગલાં તેમજ પ્રધાનમંત્રી જીવન સુરક્ષા, પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજનાનો લાભ લેતા થાય તે માટે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. આજના ઝડપી અને ટેકનોલોજીના જમાનામાં લોકો ભારત સરકારના ડીજીટલ અને કેશલેસ ભારતના અભિયાનને સાકાર કરવા લોકોને વધુમાં વધુ ડીજીટલ બેંકિંગ ક્ષેત્રે જોડવા માટે ઇન્ડિયન સ્કુલ ઓફ માઇક્રોફાઇનાન્સ ફોર વુમન(ISMW)માંથી કાલોલ તાલુકાના આસિસ્ટન્ટ ફાઇનાન્સિયલ કાઉન્સેલર શ્રીમતી નયનાબેન પરમાર દ્વારા લોકોને બેંકિંગ ક્ષેત્રે ચાલતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. પંચમહાલ જિલ્લા લીડ બેંક મેનેજર (LDM) શ્રી સત્યજીત રાવ સાહેબ અને ISMW માંથી જીલ્લા કો-ઓર્ડીનેટર શ્રી જીજ્ઞેશભાઇ પરમાર સાહેબ અને હાલોલ સેન્ટરના નાણાંકીય કાઉન્સિલર શ્રી અતુલ પટેલ દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ હતુ.

અહેવાલ મયુર પટેલ કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here