Home કાલોલ સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) ફેઝ-૨ અંતર્ગત પ્રવાહી કચરા વ્યવસ્થાપન હેઠળ ગ્રે-વોટર મેનેજમેન્ટ...

સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) ફેઝ-૨ અંતર્ગત પ્રવાહી કચરા વ્યવસ્થાપન હેઠળ ગ્રે-વોટર મેનેજમેન્ટ યુનિટનું ખાતમુહૂર્ત

151
0

કાલોલ : 23 ડિસેમ્બર


પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સમા- કાતોલ- બોરૂ – ડેરોલગામ ગામે સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) ફેઝ-૨ અંતર્ગત પ્રવાહી કચરા વ્યવસ્થાપન હેઠળ ગ્રે-વોટર મેનેજમેન્ટ યુનિટનું કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ના વરદ હસ્તે શુક્રવાર ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ દરેક ગામમાંથી નીકળતું ગંદુ પાણી આઉટલેટ મારફતે છૂટું તથા તળાવ,કોતર કે નદીમાં છોડવામાં આવે છે. જેનાથી તે સ્થળે ગંદકી,કાદવ,કિચડ અને મચ્છરોનો ઉપદ્રવ થાય છે. તેવા સ્થળે ઘરે વોટર ટ્રીટમેન્ટ યુનિટ એટલે ગંદા પાણીનું શુદ્ધિકરણ કરી પાણી ઇરીગેશનમાં અથવા કુવા રિચાર્જમાં અને તેમાંથી ઉત્પન્ન થતું ખાતર વેચાણ કરી આવક મેળવી શકાય છે.


આ ખાતમુહુર્ત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, પંચમહાલ-ગોધરા નિયામક -જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પંચમહાલ, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી ,જિલ્લા પંચાયતના સદસ્ય હીરાબેન રાઠોડ, તાલુકા પંચાયતના સદસ્ય તેજલબેન પરમાર,ઉપેન્દ્રસિંહ ચાવડા, કા.અધ્યક્ષ ડૉ. કિરણસિંહ પરમાર,જિલ્લા ભાજપ મંત્રી ગિરવરસિંહ પરમાર, કાતોલ ગ્રામ પંચાયતના સરપંચ સવિતાબેન નાયક, ડેપ્યુટી સરપંચ ગુણવંતસિંહ પરમાર અને કાલોલ તાલુકાની અન્ય ગ્રામપંચાયતનાં દરેક ગામના સરપંચ, ત.ક.મંત્રી, ગામના પ્રબુધ્ધ નાગરિકો, આગેવાનો તથા તાલુકા પંચાયતનો સ્ટાફ અને સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ હાજર રહી કાયૅક્રમ ને સફળ બનાવ્યો હતો.

અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here