સુરેન્દ્રનગર : 2 ડિસેમ્બર
સૌથી વધુ ધ્રાંગધ્રા વિધાનસભા મતવિસ્તારમાં 67.48 ટકા અને સૌથી ઓછું મતદાન વઢવાણ વિધાનસભા મતવિસ્તાર વિભાગમાં 57.62 ટકા નોંધાયું
સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું છે.
જિલ્લામાં કુલ 62.84 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન ધ્રાંગધ્રા વિધાનસભા મતવિસ્તારમાં 67.48 ટકા અને સૌથી ઓછું મતદાન વઢવાણ વિધાનસભા મતવિસ્તાર વિભાગમાં 57.62 ટકા નોંધાયું છે.
જિલ્લામાં 60- દસાડા વિધાનસભામાં 65.72 ટકા પુરુષ, 59.64 ટકા સ્ત્રી એમ મળી કુલ 62.81 ટકા, 61- લિંબડી વિધાનસભામાં 66.46 ટકા પુરુષ, 59.01 ટકા સ્ત્રી એમ મળી કુલ 62.92 ટકા, 62- વઢવાણ વિધાનસભામાં 61.49 ટકા પુરુષ, 53.49 ટકા સ્ત્રી, 50.00 ટકા અન્ય એમ મળી કુલ 57.62 ટકા, 63- ચોટીલા વિધાનસભામાં 67.85 ટકા પુરુષ, 58.23 ટકા સ્ત્રી અને 11.11 ટકા અન્ય એમ મળી કુલ 63.28 ટકા જ્યારે 64- ધ્રાંગધ્રા વિધાનસભામાં 71.10 ટકા પુરુષ, 63.54 ટકા સ્ત્રી અને 33.33 ટકા અન્ય એમ મળી કુલ 67.48 ટકા મતદાન થયું હતું. જિલ્લામાં કુલ 66.55 ટકા પુરુષ, 58.79 ટકા સ્ત્રી અને 24.00 ટકા અન્ય એમ મળી કુલ 62.84 ટકા મતદાન થયું હતું.