ગાંધીનગર : ૯ જાન્યુઆરી
ગુંજરત ના રાજકારણમાં છેલ્લા લાંબા સમય થી ભારતીય જનતા પાર્ટીનું એક હથું સાસન ચાલતું આવ્યું છે. ત્યારે ગુજરાતની પેહલાની સરકારો અને ગુજરાતના વર્તમાન માં સત્તા પર આવેલ ભુપેન્દ્ર પટેલની સરકાર માં જાણે નાગરિકો માટે સરકાર સુધી પોહ્ચવું સરળ બનતું હોય તેમ નજરે પડી રહ્યું છે. ગુજરાતના રાજકારણ માં સૌ પ્રથમ વખત બનેલ સમગ્ર મંત્રીમંડળના પરિવર્તન ને પરિણામે સત્તા પર આવેલ ભુપેન્દ્ર સરકારના મંત્રીઓ કોનવે અને પ્રોટોકોલ થી બહાર આવી પ્રજાની વચ્ચે વધુ જોવા મળી રહ્યા છે. અને પ્રજા પણ આ સરકારની સાતત્ય સાદગીનો અનુભવ કરી રહી છે.
આવી જ એક ઘટના માં ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જયારે અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગ 6 લેન હાઈવે નિર્માણની કામગીરીના નિરીક્ષણ કરવા પોહ્ચ્યા તે દરમિયાન રીફ્રેશમેન્ટ હેતુસર હાઈવે પરના ઢાબે થોડી મિનિટો માટે રોકાયા હતા અને પોતાની સાદગી નો પરિચય આપ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગને 6 લેન કરવાની કામગીરીના નિરીક્ષણ વેળાએ હાઇવે પરની કાઠીયાવાડી હોટલમાં સામાન્ય નાગરિકની જેમ ચાની ચૂસ્કી માણી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિરીક્ષણ માટે મોટર માર્ગે ઉપરોક્ત રૂટ પર નીકળ્યા હતા અને જુદા જુદા સ્થળોની માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી.આ દરમિયાન હાઇવે પર આવેલી કનૈયા કાઠીયાવાડી હોટલ-ઢાબા પર તેઓ મુખ્ય સચિવ પંકજકુમાર અને અન્ય અધિકારીઓ સાથે રીફ્રેશમેન્ટ હેતુસર થોડી મિનિટો માટે રોકાયા હતા.મુખ્યમંત્રીએ પોતાના સાલસ સ્વભાવનો પરિચય આપતા કનૈયા કાઠીયાવાડી હોટેલ-ઢાબા પર ઉપસ્થિત મુસાફરોની લાગણીને માન આપી તેમની સાથે ફોટોઝ પડાવ્યા હતા. અને સાથે ચા ની ચૂસકી પણ માણી હતી…