Home આણંદ આણંદમાં ક્રેડીટ કાર્ડની લીમીટ વધારવાની નામે 49 હજારની છેતરપિંડી

આણંદમાં ક્રેડીટ કાર્ડની લીમીટ વધારવાની નામે 49 હજારની છેતરપિંડી

165
0

આણંદ તા.1
આણંદ શહેરના વ્યાયામશાળા પાસે રહેતા અને બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતાં મહિલાની ક્રેડિટ કાર્ડની લીમીટ વધારવાના નામે ગઠિયાએ તેમની વિગતો મેળવી તેમાંથી 49 હજારનું ટ્રાન્જેકશન કરી લીધું હતું. આ અંગે મહિલાએ ગઠિયા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આણંદના વ્યાયામ શાળા પાસે આવેલા લેક વ્યુ ફ્લેટમાં રહેતા જોલી કનૈયાલાલ શાહ બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે. તેમની પાસે તેમના પુત્ર ધ્રુવના નામનું ક્રિડેટ કાર્ડ હતું. દરમિયાનમાં 7મી એપ્રિલ,2023ના રોજ તેઓ બિમાર હોવાથી ડો. પિનાકીન દવેની હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. તે દરમિયાન બપોરના સુમારે એક કોલ આવ્યો હતો. જેમાં સામેવાળી યુવતીએ એક્સીસ બેંકમાંથી નેહા શર્મા વાત કરું છું. તેમ જણાવી તેમના ક્રિડેટ કાર્ડની લીમીટ વધારવામાં આવી હોવાનું જણાવી મોબાઇલમાં એક્સીસ બેંકની ક્રિડેટ કાર્ડની એપ્લીકેશન ઓપન કરાવી હતી. બાદમાં સુચનાઓ આપી કાર્ડના આઠ આંકડા અને બીજા છેલ્લા ચાર આંકડા મેળવી લીધાં હતાં. આ આંકડા મેળવ્યા બાદ છ આંકડાનો મેસેજ આવ્યો હતો. તે પણ મેળવી લીધો હતો. આ આંકડા મળ્યા બાદ યુવતીએ ક્રિડેટ કાર્ડની લીમીટ વધારી આપી છે, તેમ કહી ફોન કટ કરી દીધો હતો. પરંતુ થોડીવારમાં જોલીબહેનના રૂ.49 હજાર ડેબીટ થયાં હતાં. આ મેસેજ આવતા તેઓએ તેમના પુત્ર ધ્રુવને જાણ કરી હતી. તેમ જણાવતા તેઓએ તુરંત કાર્ડ બંધ કરાવી દીધું હતું. આ અંગે સાયબર હેલ્પ લાઇનમાં જાણ કરતાં આણંદ ટાઉન પોલીસને જાણ કરી હતી. જ્યાં પોલીસે તેમની ફરિયાદ આધારે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here