Home આણંદ વહેરા ગામ પાસે બેન્કના આ. મેનેજરનું પર્સ ચોરાયું

વહેરા ગામ પાસે બેન્કના આ. મેનેજરનું પર્સ ચોરાયું

479
0

બોરસદના વહેરા ગામ પાસે એક્ટીવા પર જઇ રહેલા બેન્કના આસીસ્ટન્ટ મેનેજરનું પર્સ ગઠિયો તફડાવી ગયો હતો. આ પર્સમાં રોકડ ઉપરાંત અગત્યના દસ્તાવેજો હતાં. જે સંદર્ભે બોરસદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.

તસવીર પ્રતીકાત્મક છે

બોરસદના વહેરા ગામે શાયોનામ સોસાયટીમાં રહેતા પ્રિયંકાબહેન કનુભાઈ કોન્ટ્રાક્ટર મુળ મહેસાણાના વતની છે. તેઓ છેલ્લા એક વર્ષથી ભાદરણ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓ 6ઠ્ઠી એપ્રિલ,23ના રોજ સવારના સાડા નવેક વાગ્યાના સુમારે એક્ટીવા લઇ ભાદરણ મુકામે બેંકમાં જવા નિકળ્યાં હતાં. આ સમયે તેઓએ તેમનું પર્સ પગ પાસે રાખ્યું હતું. આ પર્સમાં રોકડા પાંચ હજાર, બેન્કના મેઇન ગેટના લોકની ચાવી, મેન વોલ્ટ, કેસ વોલ્ટ લોકરની ચાવી, ઘરની ચાવી તથા આધારકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, કારની આરસી બુક, બે મોબાઇલ, એટીએમ હતાં. દિવસ દરમિયાન ફરજ પુરી કરી સાંજના ઘરે જવા તેઓ નિકળ્યાં તે સમયે બોરસદ – વાસદ ચોકડી થઇ આણંદ ચોકડી થઇ વાણીયાકુવા પાસે પહોંચ્યાં તે સમયે મોબાઇલ પર બ્લ્યુ ટુથથી કનેક્ટ કરી સહેલી સાથે વાત કરતાં હતાં. આ સમયે તેઓએ એક્ટીવા ઉભુ રાખતા અચાનક એક ગઠિયો ઉ.વ. આશરે 25થી 30 વર્ષનો ધસી આવ્યો હતો અને તેમના પગ પાસે રહેલુ પર્સ તફડાવી ભાગી ગયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here