રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે લવ મેરેજને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેમાં માતા-પિતાની મંજૂરી વિના ભાગીને લગ્ન કરનારા વિરુદ્ધ યુવક-યુવતીઓની વાત છે. સરકાર આ કાયદા અંગે વિચારણા કરી રહ્યા છે. તમને આ કાયદાની વાત કરીએ આ કાયદામાં શું છે અને જો આ કાયદો અમલમાં આવશે તો સામાજિક રીતે શું અસર થશે તેના વિશે તમને જણાવીએ.
પહેલા તો એ જાણી લઈએ કે આ લવ મેરેજનો કાયદો છે શું?
જે લોકો કોર્ટ મેરેજ કરે છે, તે સ્પેશ્યલ મેરેજ એક્ટ હેઠળ કરાવવામાં આવે છે. તેમાં વિવાહની ઉંમરને લાયક અન્ય જાતિ, ધર્મ કે સંપ્રદાયના યુવક-યુવતી એકબીજાને પરણી શકે છે. આ ઉપરાંત તેમને લગ્ન માટે રજિસ્ટ્રાર સમક્ષ આવેદન આપવાનું રહે છે. તેમજ કોર્ટ મેરેજ કરવા ઇચ્છતા યુગલે કેટલીક જરૂરી શરતોનું પાલન પણ કરવું પડે છે. લગ્નના બંધનમાં બંધાવા ઇચ્છતા યુવક-યુવતી બન્ને આ વિવાહ માટે સંમત હોય તે પણ જરૂરી છે. જેમાં લગ્નોત્સુક કન્યાની વય ઓછામાં ઓછી 18 વર્ષ અને યુવકની 21 વર્ષ હોવી જોઇએ.
જાણો આ કાયદાને લઈએ સમાજના અગ્રણીઓ,વકીલ તેમજ નાગરિક શું કહી રહ્યા છે?
લવ મેરેજના કાયદા અંગેની ચર્ચાએ દેશભરમાં જોર પડ્યું. ત્યારે અગ્રણીઓનું કહેવું છે કે આ કાયદો જો અમલમાં આવશે તો સમાજ માટે આશીર્વાદરૂપ તેમજ 20 કે 25 વર્ષ સુધી દીકરીને મોટી કરે છે અને એકાદ કે બે વર્ષના પ્રેમમાં તે પરિવારને છોડીને અન્ય વ્યક્તિ સાથે જતી હોય છે. ત્યારે પરિવાર તેમજ સમાજની લાગણી દુભાય છે અને સમાજ ગેરમાર્ગે દોરાય છે ત્યારે સરકારનું કાર્ય ખરેખર સંપૂર્ણ હિતાવહ છે. આ સાથે જ તેઓ એ પણ જણાવે છે કે આજની યુવા પેઢી આ કાયદાને અવગણશે અથવા તો સ્વીકાર નહીં કરી શકે પરંતુ માતા-પિતા તેમજ પરિવારનું સન્માન તેમજ લાગણીઓ ચોકસપણે જળવાઈ રહેશે.
આ સાથે જ વકીલના મત મુજબ જણાવીએ તો ભારતના સંવિધાનમાં તમામ લોકોનું હીત ધ્યાનમાં રાખીને ઘણા કાયદા ઘડાયા છે. ત્યારે યુવા પેઢીના કાયદામાં યુવક હોય કે યુવતી, જ્યારે તેના 18 વર્ષ થાય છે એ તેઓ પોતાના જીવનના તમામ નિર્ણયો લેવા સક્ષમ હોય છે અને લઈ શકે છે. ત્યારે વાત જો લવ મેરેજમાં માતાપિતાની પરવાનગીની છે તો તેઓની મંજૂરીથી યુવક-યુવતી રાજીખુશીથી લગ્ન કરી શકે છે. પરંતુ તેની સામે જોઇએ તો યુવક-યુવતી સમાજ વિરુદ્ધ અથવા પરિવાર વિરુદ્ધ જઇને લગ્ન કરે છે તો ચોક્કસથી અનેક સવાલો ઉભા થાય છે.