Home Other લો.. આવી ગયા દિવસો.. દરેક છોકરીઓના જીવનમાં દર મહિને આવતી પીડા..

લો.. આવી ગયા દિવસો.. દરેક છોકરીઓના જીવનમાં દર મહિને આવતી પીડા..

165
0

પિરિયડ્સ.. નામ પડેને અસહ્ય પીડા પાછળ ચાલતી આવે છે.પિરિયડ્સને લઈને અસંખ્ય સવાલો દરેક છોકરીઓના મનમાં તો હોય જ છે. આ સાથેજ આજની યુવા પેઢી ખુબજ ખુલ્લી વિચાસરણી  ધરાવે છે ત્યારે એ પણ ઘરમાં બહેન,પત્ની અને મિત્રને આ પરિસ્થતિમાં અચૂક મદદરૂપ થાય છે ને થવા માંગતા હોય છે પરંતુ ક્યાંક તેઓ પૂરતી જાણકારી ન હોવાથી કાળજી રાખતા પહેલા થોડા ખચકાય છે.

પિરિયડ્સના નજીકના દિવસોમાં મોટા ભાગે છોકરીઓને ચોકલેટ ખાવાનું મન થતું હોય છે આ ઉપરાંત તેની મનપસંદ ખાવા પીવાની ચીજ વસ્તુઓ ખાવાનું ભારે મન થતું હોય છે. ત્યારે કેટલાક રીસર્ચમાં એ પણ જાણવા મળ્યું છે કે છોકરીઓને આઇસક્રીમ ખાવી,તેમજ મિલકસેક જેવા સોફ્ટ અને ઠડું ખાવાનું પસંદ કરતી હોય છે.

વાત કરીએ પિરીયડ્સમાં થતાં દુખાવાની તો તે દરમિયાન તીવ્ર દુખાવો થાય છે.ત્યારે આ વિષય પર નિષ્ણાંતો જણાવે છે કે આ દુખાવાની પાછળ પણ કેટલાક કારણો રહ્યા છે જે જાણીને થશે આ દુખાવા પાછળનું પણ યોગ્ય છે.રિસર્ચર્સના જણાવ્યા મુજબ પિરિયડ્સની સૌથી વધુ ફરિયાદ યુવાવયની છોકરીઓને હોય છે કારણ કે તે સમયે તેના શરીરમાં હોર્મોન્સમાં અનેક ફેરફાર થતાં હોય છે. જેના કારણે આ પીડાને થોડી વધારે જ સહન કરવી પડતી હોય છે. સાત દિવસ ચાલતા આ સમયગાળામાં તીવ્ર પીડા સાથે અતિશય રક્તસ્ત્રાવ પણ થાય છે.આ દુખવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ગર્ભાશયની પેશી ગર્ભાશયનું અસ્તર બનાવે છે તે પેશીની જેમ જ વિકાસ કરે છે અને કાર્ય કરે છે.તેથી પેટ અને કમરના ભાગે અસહ્ય પીડા થતી હોય છે. દર મહિને થતાં રક્તસ્ત્રાવનો સામનો કરવો એ કોઈ પણ યુવતી કે પછી સતત કામમાં વ્યસ્ત રહેતી મહિલાઓ માટે સરળ નથી હોતું. ત્યારે આ અસહ્ય દુખાવાને કારણે જ મોટા ભાગે આ સમયગાળા દરમિયાન છોકરીઓ શાળા,કોલેજ તેમજ નોકરી કરતી છોકરીઓ ભણવા જવાનું અને કામ પર જવાનું ટાળતી હોય છે પરંતુ સામાન્ય દુખાવામાં આવું ન કરવું જોઈએ..

આ સમયે કાળજી રાખવાની વાત કરવામાં આવે તો પૂરતો આરામ લેવો જોઈએ,તેમજ બને એટલું કઠિન કામ ન કરવું જોઈએ જો પેટ કે કમરના ભાગે અસહ્ય દુખાવો થાય ત્યારે ખુબજ કાળજી લઈ વોર્મ વોટર બેગનો ઉપયોગ કરવો જોઈએ આ ઉપરાંત તકલીફ વધે તો જાણકાર નિષ્ણાંતનો સંપર્ક કરવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here