તસવીર પ્રતિકાત્મક છે
ગુજરાતના કેટલાક જિલ્લામાં સવારથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો, સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માવઠા થઈ રહ્યા છે જેને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ગુજરાતના કેટલાક જિલ્લામાં સવારથી વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માવઠા થઈ રહ્યા છે જેને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. મહત્વનું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશરને પગલે છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદે હેરાન કર્યા છે. માવઠાનાં કારણે ખેડૂતોનો અમુલ્ય પાક બરબાદ થઇ ગયો હતો. કમોસમી વરસાદના કારણે ઘઉં, રાયડો અને ડુંગળીના પાકને નુકસાન થયું હતું.