PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ છેવાડાના લોકો સુધી અનેક જન કલ્યાણકારી યોજનાઓ આપવામાં આવી રહી છે.
તાજેતરમાં રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જે જે ગામોમાં ભારે વરસાદના કારણે ઘરવખરી પલળી જવાથી થયેલ નુકશાની,મકાનોને નુકશાની,તણાઇ જવાથી કે ડુબી જવાથી પશુ મૃત્યુ,અનાજ,કપાસ,મગફળીને પલળી જવાના કારણે થયેલી નુકસાની,ખેતી અને પાક ધોવાણની નુકશાની,ચેકડેમોને થયેલી નુકશાન વગેરેનો સર્વે કરી સંબંધિત વિભાગો દ્વારા હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. અને અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં ચુંટાયેલા જન પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારોએ રુબરુ મુલાકાતો કરીને લોકોની સમસ્યાઓ સાંભળી છે અને સંબંધિત વિભાગોને તાત્કાલીક જરુરી સહાયતા માટે સુચનાઓ આપી હતી.
આ અતિવૃષ્ટિની પરિસ્થિતિને ધ્યાને લઈ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેબિનેટ અને જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજી પટેલ સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. રાજકોટ જિલ્લા માટે અતિવૃષ્ટિના કારણે નુકસાન પામેલા ગ્રામ્ય વિસ્તારના લોકોને તાત્કાલિક સહાય મળી રહે અને નુકશાન પામેલ ચેકડેમોની તાત્કાલિક મરમત્ત થાય તે માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી છે. ત્યારે સરકાર દ્વારા ઝડપભેર યોગ્ય સહાયતા આપવામાં આવશે તેવો આશાવાદ ભૂપતભાઈ બોદરે વ્યક્ત કર્યો હતો.