Home સુરેન્દ્રનગર મોરબી ખાણખનીજ વિભાગે ખનીજચોરો ઉપર સપાટો બોલાવ્યો ૧૩ ડમ્પર ૨ હિટાચી મશીન...

મોરબી ખાણખનીજ વિભાગે ખનીજચોરો ઉપર સપાટો બોલાવ્યો ૧૩ ડમ્પર ૨ હિટાચી મશીન સહીત ૩ કરોડનો મુદામાલ જપ્ત કર્યો ખનીજ માફીયાઓમા ફફડાટ

144
0

મોરબી: 20 માર્ચ


મોરબી ખાણખનીજ વિભાગે જેતપર ચરાડવા કાંતિપુર સહીતના વિસ્તારમાં દરોડા પાડ્યા ગેરકાયદેસર ખનન કરતા ડમ્પરો હિટાચી મશીનો ઉપર ધોંસ બોલાવતા ખનીજચોરોમાં ખળભળાટ મચી ગયો

મોરબી ખાણખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરની સુચના અને માર્ગદર્શન હેઠળ માઈન્સ સુપરવાઈઝર ગોપાલ ચંદારાણા સહીતના સ્ટાફે જેતપર ચરાડવા કાંતિપુર સહીતના વિસ્તારમાં થતી ખનીજચોરી ઉપર દરોડા પાડી ૧૩ ડમ્પરો બે હિટાચી મશીન સહીત અંદાજીત રૂ.૩ કરોડનો મુદામાલ જપ્ત કરી કડક કાર્યવાહી કરતા ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે મોરબી જિલ્લાના જેતપર કાંતિપુર ચરાડવા સહીતના ગ્રામ્ય વિસ્તારમાં દરોડા પાડી કરોડો રૂપિયોનો મુદામાલ જપ્ત કરી ખાણખનીજ વિભાગે સપાટો બોલાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે મોરબી ખાણખનીજ વિભાગ ખનીજચોરો ઉપર તુટી પડી કરોડો રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો મોરબી ખાણખનીજ વિભાગના સિંઘમ અને કડક ભુસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરની સુચના અન્વયે માઇન્સ સુપરવાઇઝર ગોપાલભાઇ ચંદારાણા મિતેશભાઇ ગોજીયા અને સર્વેયર ગોપાલભાઇ સુવા સહીતના સ્ટાફ દ્વારા બે દિવસમાં ૧૩ ડમ્પરો બે હિટાચી મશીન જપ્ત કર્યા હતા જેમા પકડાયેલા ડમ્પરમાં જીજે-૧૩-એડબ્લયુ-૪૭૮૪ ગેરકાયદેસર ફાયર કલે ખનીજના વહન સબબ મોરબી ગામમાંથી પકડવામાં આવેલ જ્યારે ચરાડવા પાસેથી જીજે-૦૧-ડીઝેડ-૮૬૩૧ અને જીજે-૦૯-એયુ-૯૯૭૬ ગેરકાદેસર રાજસ્થાન માટીના વહન કરતા ઝડપી લેવાયા હતા તેમજ શનિવાર સાંજના મોરબી જિલ્લાના જેતપર ગામમાંથી પસાર થતી ઘોડાધ્રોઈ નદીના પટ્ટમાંથી એક હીટાચી મશીન ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનીજના ખોદકામ કરતા રંગેહાથે પકડી પાડ્યુ હતુ વધુમાં રવિવારે રજાના દિવસે પણ મોરબી જિલ્લાની ખાણ ખનીજ ટીમ દ્વારા મોરબી તાલુકાના કાંતિપુર ગામમાંથી ગેરકાદેસર માટી/મોરમ ખનીજના ખોદકામ સબબ એક હીટાચી મશીન અને ૧૦ ડમ્પરો ઝડપી લેતા ખનીજચોરોમાં રીતસરનો ફફડાટ ફેલાયો હતો જ્યાથી સદર માટી/મોરમ ખનીજનુ ખોદકામ દીલીપ બિલ્ડકોન લીમીટેડ કંપની દ્વારા નેશનલ હાઇવેના કામમાં ઉપયોગમાં લેતા હતા ત્યા સપાટો બોલાવી ૧૦ ડમ્પર એક હિટાચી મશીન જપ્ત કર્યુ હતુ આમ મોરબી ખાણ ખનીજની ટીમ દ્વારા છેલ્લા બે દિવસમાં કુલ ૧૩ ડમ્પર ૨ હિટાચી મશીન ગેરકાદેસર ખનીજ ખોદકામ અને વહન સબબ પકડીને અંદાજીત રૂપિતા ૩ કરોડનો મુદામાલ સીઝ કરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છેકે લાંબા સમય બાદ મોરબી ખાણખનીજ વિભાગ ટીમમાં કડક ઓફીસર તરીકે ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેર મુકાયા છે ત્યારથી ખનીજચોરોની જાણે ઉંઘ હરામ થઈ ગઈ હોય તેમ ખનીજ માફીયાઓમા ફફડાટ ફેલાયો છે

અહેવાલ :પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here