ગાંધીનગર: ૮ જાન્યુઆરી
(પ્રેસનોટ)
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ પંકજ કુમારે માર્ગ મકાન સચિવ સંદિપ વસાવા ને સાથે રાખીને લીંબડી- બગોદરા વચ્ચે ચાલતા ૬ માર્ગીય રસ્તાના ડામર કામનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી.
તેમણે બગોદરા તારાપુર 6 લેન માર્ગ અન્વયે અરણેજ ખાતે બની રહેલા બ્રિજ ના કામો ની પણ મુલાકાત લીધી હતી.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગ ને 6 લેન કરવાના પ્રગતિ હેઠળના કામોના સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તા વગેરેની જાત માહિતી મેળવવા ના હેતુસર મોટર માર્ગે આ રૂટ પર નીકળ્યા હતા.
અને જુદા જુદા સ્થળોની માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી તથા આ કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરો અધિકારીઓ સાથે કામગીરી ની સમીક્ષા કરી હતી.