Home Other મધ્યપ્રદેશમાં અનોખો ધર્મ પરિવર્તન, 190 લોકોએ અપનાવ્યો હિંદુ ધર્મ

મધ્યપ્રદેશમાં અનોખો ધર્મ પરિવર્તન, 190 લોકોએ અપનાવ્યો હિંદુ ધર્મ

540
0

આપણે અવાર-નવાર ધર્મ પરિવર્તન થતાં હોવાના કિસ્સાઓ વિશે સાંભળતા આવ્યા છીએ. પરંતુ, આજે એક અનોખો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પહેલા હિંદુ ધર્મના લોકોના પૂર્વજોએ કોઈ કારણસર મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો અને હવે ફરી પાછો તે લોકોએ હિંદુ ધર્મ સ્વીકાર્યો છે. તો આ વાત છે,

મધ્યપ્રદેશના દેવસની જ્યાં મોટા પાયે ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં 35 પરિવારોના 190 લોકોએ હિંદુ ધર્મ અપનાવ્યો છે. આ તમામ લોકોએ સંત સમાજની દેખરેખમાં સનાતન ધર્મ અપનાવ્યો છે. મળતી માહિતી અનુસાર, આ પરિવારોના પૂર્વજોએ ભૂતકાળમાં કોઈ કારણસર મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. પરંતુ, તે તમામ પરિવારો કુળદેવી તરીકે ચામુંડાની પૂજા કરતાં હતા. એટલું જ નહીં, લગ્ન પણ હિન્દુ રીત-રિવાજ પ્રમાણે કરતાં હતા. ત્યારે, આ મામલે રામ સિંહે હિંદુ ધર્મમાં પરિવર્તનને લઈને પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે, અમારા પૂર્વજોએ કોઈ કારણ વશ મુસ્લિમ ધર્મ અપનાવ્યો હશે. પરંતુ, અમારા લોહીમાં હજુ પણ માત્ર હિંદુનું જ લોહી વહે છે. આજે અમે અમારા ધર્મમાં પાછા ફર્યા છીએ જેનો અમને ખૂબ જ આનંદ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here