સુરેન્દ્રનગર : 8 ફેબ્રુઆરી
હું અહીંથી જાઉં ત્યારે પટોળા ઉપરાંત સિકંદરની સિંગ, વઢવાણના લીલાં મરચાં,ભાલિયા ઘઉં અને અહીં પાકતું જીરું લઇને જ જતો હતો
–
ભારત રત્ન અને સંગીત ક્ષેત્રે પોતાનું આગવું પ્રદાન અને આગવી કળા ધરાવનારા લતા મંગેશકરનું ગઈ કાલે અવસાન થયું છે. જેને લઇને સમગ્ર દેશ શોકમગ્ન બની જવા પામ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા સાથે પણ અનેરો નાતો લતા મંગેશકરજીનો રહેલો છે. ત્યારે લતા મંગેશકર જે પટોળા પહેરતા હતા. તે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના પટોળા હોવાની વિગતો સામે આવી છે. અને લતાજી પોતે ચેકથી નાણાં પણ આ પટોળાના કારીગરોને મોકલી આપતા હતા.
સાયલાના પટોળાંના કારીગર છેલ્લા‘ 20 વર્ષથી લતા મંગેશકરને પટોળાં મોકલાવતા હતા. સાયલાના પટોળાના માલિક મુકેશભાઇ કહે છે કે, મુંબઇના એક ગ્રાહકે પહેરેલું પટોળુ લતાજીએ જોયું એ પછી એમણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે, મારે કોઇ સ્ટોરમાંથી કે વચ્ચે કોઇ હોય એની પાસેથી નહીં પરંતુ આ બનાવનારા કારીગર હોય એને સીધો ફાયદા થાય એ રીતે પટોળું લેવું છે. એ ગ્રાહકે મારો સંપર્ક કરાવ્યો હતો. અને એ સમયથી લતાજીને પટોળા આપવાનું શરુ થયું હતુ. હું પોતે જ પ્રભુકંજ (લતાજીનુ‘ પેડરરોડ પરનુ નિવાસ સ્થાન)મા જાઉં ત્યારે એમણે સાંજનો સમય આપ્યો હોય છે.
હું અહીંથી જાઉં ત્યારે પટોળા ઉપરાંત સિકંદરની સિંગ, વઢવાણના લીલાં મરચાં,ભાલિયા ઘઉં અને અહીં પાકતું જીરું લઇને જ જતો હતો. અને આ ક્રમ વર્ષોથી અવિરત ચાલુ હતો. તો પછી લતાજી સાથે તમારી કોઇ તસવીર કેમ નથી ? એનો જવાબ આપતા મુકેશ કહે છે કે, મને દીદીએ કહ્યુ હતું કે, તારા બનાવેલા ‘પટોળા‘ પહેરીને કે તારી સાથે હું તસવીર ન પડાવું. કેમ કે હુ કોઇ પ્રોડક્ટની જાહેરાત નથી કરતી. હા, કોઇ જાહેર સમારોહમાં તારી સાથે તસવીર પડાવીશ. પરંતુ એમનુ આ એક સંભારણુ છે.
એક વાર હું ગયો ત્યારે મને ઉષા મંગેશકર અને લતાજીએ ચેક આપ્યા અને કહ્યું કે આ ચેકની કલર ઝેરોક્સ કરાવીને મઢાવીને ઘરમાં રાખજે પછી ચેક વટાવજે. એટલે તારી પાસે એ વાતનો પુરાવો રહે કે, લતાજીને તેં પટોળા વેંચ્યા છે.ત્યારે લતાજીના અવસાન બાદ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના પટોળાના કારીગરો શોક મગ્ન બન્યા છ. ત્યારે ભારત રત્ન એવા લતાજીએ એ પછી અનેક વખત સાયલાના વેપારીઓ પાસેથી પટોળા બનાવી અને મંગાવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.