ભૂકંપનો આંચકો અનુભવાયને તુરંત સવાલ ઊભો થાય કે ભૂકંપ કેમ આવતો હશે? આ સાથે જ સવાલ થાય કે ભૂકંપની તીવ્રતા પણ માપવામાં આવે છે પણ કેવી રીતે ? ચાલો જાણીએ ભૂકંપ વિષે.. થોડા દિવસ પહેલા દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યાર બાદ હવે ગુજરાતમાં પણ આંચકા અનુભવાયા. જ્યારે જ્યારે ભૂકંપના આંચકા અનુભવાય ત્યારે ત્યારે ભયનો માહોલ ઉભો થાય છે. તાજેતરમાં જ ગુજરાતના બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેવો આંચકો અનુભવાયો લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ત્યારે સ્વાભાવિક રીતે સવાલ થાય કે ભૂકંપ કેમ વારંવાર આવે છે અને એની પાછળનું કારણ શું ?
હા, કારણ જાણવું ખૂબ જરૂરી છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે. તેને ફોલ્ટ લાઇન ઝોન કહેવામાં આવે છે.વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે જ્યારે પ્રેશર વધવા લાગે છે. ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. અને તે તૂટવાને કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે. આ તેનું મુખ્ય કારણ છે.
આ ઉપરાંત ભૂકંપ આવે ત્યારે આંચકા અનુભવાય ત્યારે વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નીકળી જવું. તેમજ વીજળીના થાંભલા, ઊંચી ઇમારતો અને ઝાડથી દૂર રહેવું.. આ ઉપરાંત ઘર કે ઓફિસની આસપાસ મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જય છુપાઈ જવાય, ભૂકંપ આવે ત્યારે ભાગવાનો સમય ન મળે તો મજબૂત ટેબલ,પલંગ,ડેસ્ક જેવી જગ્યા નીચે ઘૂસી જવું. આ બધુ ચેતવણીના ભાગ રૂપે ધ્યાન અને ઉપયોગમાં લેવું જોઈએ..