Home ગોધરા બોલો હવે પોતે ઉમેદવાર જ પોતાને મત નહિ આપી શકે. પંચમહાલ જિલ્લાના...

બોલો હવે પોતે ઉમેદવાર જ પોતાને મત નહિ આપી શકે. પંચમહાલ જિલ્લાના ગોધરા અને કાલોલના કોંગ્રેસનાં ઉમેદવાર પોતાનો મત પોતાને નહિ આપી શકે

157
0

ગોધરા: 4 ડિસેમ્બર


પંચમહાલની પાંચ વિધાનસભા બેઠકની ચુંટણી માટે રાજકીય પક્ષ તથા અપક્ષ મળી કુલ 38 ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી છે. ગોધરા બેઠક પર કોગ્રેસના મહિલા ઉમેદવાર રશ્મિતાબેન ચૈાહાણે અને કાલોલ બેઠક પર કોગ્રેસના પ્રભાતસિંહ ચૈાહાણે પોતાની ઉમેદવારી નોંધાવી છે. અને ઉમેદવારો એડી ચોંટીનું જોર લગાવી પ્રચાર પ્રસારમાં કર્યો છે. અને મતદાનના અંતિમ દિવસોમાં ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારો પાસે પોતાની જીત માટે મતની માંગણી કરી રહ્યા છે.પણ જ્યારે મતદાનનો દિવસ ત્યારે ગોધરા અને કાલોલ બેઠકના કોગ્રેસના ઉમેદવારના નામ અને ચિન્હ ઈવીએમ મશીનમાં જોવા મળશે. પરંતુ બંન્ને ઉમેદવારો પોતાનો મત પોતાના માટે મત નહિ આપી શકશે કેમકે ગોધરા બેઠકના કોગ્રેસના ઉમેદવારનું નામ શહેરા વિધાનસભા ક્ષેત્રમાં તથા કાલોલ બેઠકના ઉમેદવારનું નામ ગોધરા વિધાનસભા ક્ષેત્રમાં નોંધાયેલ છે. તેથી તો તેમનો વોટ પોતાના માટે હીંઆપી શકે. અને જ્યા મતદાન કરશે ત્યાંના ઈવીએમમાં તેમનું નામ નહીં હોય, તેથી બંન્ને ઉમેદવારોના અન્ય ઉમેદવાર માટે નિર્ણાયક બનશે. જો કે હાર અને જીત એક એક મત બહુ કિંમતી હોય છે ત્યારે આ બન્ને ઉમેદવારોનું ભાવિ હવે તેમનોજ મત નિર્ણાયક બને છે કે કેમ એ હવે સમય જ નક્કી કરશે

અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here