કાલોલ: 22 નવેમ્બર
127 વિધાનસભા કાલોલમાં આગામી 30 નવેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદી કાલોલ ગોધરા હાઈવે રોડ ઉપર આવેલ બેઢિયા નજીક માઇકો કંપનીનાં સામે આવેલા ગ્રાઉન્ડ ઉપર આવવાના હોય તેને લઈને ગ્રાઉન્ડ ઉપર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવકતા અને વડોદરા ના પૂર્વ મેયર ભરતભાઇ ડાંગરે સ્થળ ઉપર મૂલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.
જેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,મહામંત્રી કુલદીપસિંહ સોલંકી તથા મુકેશભાઈ પટેલ કાલોલ ભાજપ મંળડ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ હાજર રહ્યાં હતાં.