Home Trending Special પેટલાદ લાયન્સ ક્લબનો પદગ્રહણ સમારોહ યોજાયો

પેટલાદ લાયન્સ ક્લબનો પદગ્રહણ સમારોહ યોજાયો

108
0

પેટલાદના વેસ્ટર્ન ઈગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પેટલાદ લાયન્સ ક્લબનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો. લાયન્સ ક્લબ પ્રેસીડન્ટ ધર્મેશ પટેલની અધ્યક્ષતામાં પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના કાયમી પ્રોજેક્ટ, ક્લબ વિષયક, મેમ્બરશિપની અને અન્ય તમામ માહિતી અપાઇ. તેમજ નવા વરાયેલ પ્રેસીડન્ટ , સેક્રેટરી સહિતની ટીમને નિમણુંક આપી શપથ લેવડાવવામાં આવ્યા.

પદગ્રહણ સમારોહમાં નવા વરાયેલ પ્રેસીડન્ટ અને તેમની નવી ટીમને આશીર્વચન પાઠવવા સ્વામિનારાયણ મંદિર મહેળાવ થી સંતો પધારેલ તેમની ઉપસ્થિતિમાં પૂજા કરી આશીર્વાદ લીધા અને સૌએ તેમના શાબ્દિક આશીર્વાદ મેળવ્યા. તમામ કાર્યક્ષેત્રે, તમામ સમાજ સેવા અને કાર્યક્રમની સફળતા મળે તેવા આશીર્વચન પાઠવ્યા. તેમજ ક્લબ સેક્રેટરી લા.જયેશ ચોક્સી દ્વારા રાષ્ટ્રધ્વજ વંદના અને પેટલાદ લાયન્સ ક્લબની ચાલતી પ્રવુતિ વિષયક માહિતી આપવામાં આવી. તો આવકાર પ્રવચન અને કાયમી પ્રોજેક્ટ, ક્લબ વિષયક, મેમ્બરશિપની અને અન્ય તમામ માહિતી લા.હેમન્તભાઈ પરીખ દ્વારા આપવામાં આવી..

નવા વર્ષ 2023-24 માટે લાયન્સ ક્લબ પરિવાર અને તેની નોમિનેશન ટીમ દ્વારા અને ક્લબના નીતિ નિયમો મુજબ નવા વરાયેલ પ્રેસીડન્ટ હરેન્દ્ર આર પંડ્યા પીપળાવ, સેક્રેટરી જયેશ ચોક્સી, ખજાનચી  અરવિંદ ભાવસાર,1st vp – કોકિલાબેન સુખડીયા અને અન્ય લા. હેમન્તભાઈ પરીખ, લા.ર્ડો જી.કે.પટેલ વિગેરેને અલગ અલગ હોદ્દાઓ આપી અને નવી આખી ટીમને નિમણૂકો આપી પદગ્રહણ સમારોહમાં પધારેલ ઇન્સ્ટોલેશન ઓફિસર લા.મનોજભાઈ પરમારે હાજર રહી શપથ લેવડાવ્યા હતા.

આ કાર્યક્રમમાં પેટલાદ લાયન્સ ક્લબના નવા વરાયેલ પ્રમુખે આગામી દિવસોમાં કઇ પ્રવૃત્તિનું આયોજન કરાશે તેમજ તેનું રિપોર્ટિંગ કરી આવકાર પ્રવચન, આભાર દર્શન સાથે સાથે સૌનો સાથ અને સહકારની ભાવના સૌ સાથે સમગ્ર સામાજિક સેવાને તમામ પ્રવુતિઓને વેગ આપી અપાવી સફળ કાર્યક્રમો કરવા અને કરાવવા આહવાન કરવામાં આવ્યું. તેમજ દીપકભાઈ સુરાના દ્વારા ક્લબની માહિતી અપાઇ. ત્યારે પાસ્ટ ડિસ્ટ્રી ગવર્નર લા. ભરતભાઈ શાહ હાજર રહી તેમના દ્વારા સમારોહલક્ષી અને અન્ય માહિતી થી સૌને માહિતગાર કર્યા.નવા ઇલેક્ટેડ ઝોન ચેરમેન લા.ચિરેન પંચાલ તેમજ પાસ્ટ ઝોન ચેરમેન લા.દેવેન વ્યાસ ખાસ ઉપસ્થિત રહી સમારોહને શોભાવ્યો હતો. સૌ લાયન્સ પરિવાર અને અન્ય મહેમાનો અને પ્રમુખના પરિવારોએ હાજર રહી પદગ્રહણ સમારોહના કાર્યક્રમને સફળ બનાવ્યો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here