Home રાજકારણ પૂર્વ શિક્ષણમંત્રી એવા ભૂપેન્દ્ર ચૂડાસમાની તબિયત લથડી ….

પૂર્વ શિક્ષણમંત્રી એવા ભૂપેન્દ્ર ચૂડાસમાની તબિયત લથડી ….

99
0

રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી ભાજપના સિનિયર ભુપેન્દ્રસિંહ ચુડાસમાને હાર્ટ એટેક આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તેમની તબિયત લથડતાં તાત્કાલિક તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

ભાજપના સિનિયર નેતા ગણાતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાની બુધવારે વહેલી સનારે તબિયત લથડતાં યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.. જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યો હોવાની સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ત્યારે હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. જ્યાં તેમની એન્જીયોગ્રાફી કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જોકે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત સુધારા પર છે. વાત કરીએ ભૂપેન્દ્ર ચૂડાસમાની તો 74 વર્ષીય ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ગુજરાત ભાજપમાં 33 વર્ષ કરતાં વધુ સમયથી સક્રિય રીતે કામ કરી કરતા આવ્યા છે. તેઓ એક શાંત, સૌમ્ય અને સિનિયર આગેવાન તરીકેની છાપ ધરાવે છે. 33 વર્ષની પોતાની રાજકીય કારકિર્દીમાં તેમણે ભાજપ સંગઠનથી માંડીને સરકારમાં અનેક હોદ્દાઓ અને મંત્રીપદ પર રહી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here