પાટણ : 25 ફેબ્રુઆરી
પાટણ શહેરના એ.પી.એમ.સી. શાકમાર્કેટ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના
અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સમાજ કલ્યાણ સહિતના વિભાગો હસ્તકની યોજનાઓ અંતર્ગત 2,400થી વધુ લાભાર્થીઓને રૂ.7.24 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતું.રાજ્ય સરકાર અને પ્રધાનમંત્રી ની નેમ છે કે ગુજરાતનો દરેક વ્યક્તિ આત્મનિર્ભર બને અને દરેક જરૂરિયાતમંદને સાધન સહાય મળી રહે જેના થકી એ પોતાનું જીવન ગુજરાન નિર્વાહ કરી શકે ,જે અંતર્ગત સુથારીકામ, લુહારીકામના સાધનો, વિધવા સહાય, શાળાની બાળકીઓને સાઇકલ જેવી વિવિધ સરકારી યોજનાની કીટ વિતરણ કરવામાં આવી. જય લાભાર્થીઓને સહાય કીટ મળી હતી તેઓમાં આનંદની લાગણી જોવા મળી હતી
પાટણ ખાતે જિલ્લા પ્રભારી ના અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાયો
2400થી વધુ લાભાર્થીઓને રૂપિયા 7.24 કરોડની સહાયનું કરાયુ વિતરણ
સાધન સહાય મેળવનાર લાભાર્થીઓ માં જોવા મળી ખુશી