Home રાજ્ય પવિત્ર નર્મદા નદીની ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શરૂ થઈ ગઈ છે, પરિક્રમાની શરૂઆત...

પવિત્ર નર્મદા નદીની ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શરૂ થઈ ગઈ છે, પરિક્રમાની શરૂઆત કોણે કરી ,શુ છે પરિક્રમાનું મહત્વ

129
0

નર્મદા: 21 માર્ચ


ભારત દેશની એક માત્ર નર્મદા નદીની પરિક્રમા થાય છે.ત્યારે પવિત્ર નર્મદા નદીની ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શરૂ થઈ ગઈ છે જે એક મહિના સુધી ચાલશે, પરિક્રમાની શરૂઆત કોણે કરી ,શુ છે પરિક્રમાનું મહત્વ એ જાણીએ

નર્મદા મૈયાની પૂર્ણ પરિક્રમા કરતાં ઘણો સમય લાગે છે.કારણકે 3300 કિલોમીટર લાંબી નર્મદા મૈયાની પરિક્રમા કરવી હોય તો છ મહિના કરતાં પણ વધારે સમય લાગતો હોય છે અને આ પરિક્રમા ખૂબ કઠિન છે.ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી ચૈત્ર મહિનામાં 19 કિલોમીટરની ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા લોકો કરતા હોય છે.આ પરિક્રમા કરવા જાગ્રુત કર્યા હોવાનો માટેનો મુખ્ય શ્રેય નર્મદા પુત્ર તરીકે ઓળખાતા સાવરીયા મહારાજને જાય છે.કારણ કે ઉત્તર વાહીની નર્મદા પરિક્રમા કોઈ ખાસ કરતું ન્હોતું.પરંતુ 2008ની સાલ બાદ ઉતરવાહિની નર્મદા પરિક્રમા કરવા મોટી સંખ્યામાં લોકો જાય છે.

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો મહિમા સમજાવવા માટે નર્મદા પુત્ર સાવરીયા મહારાજે પત્રિકા છપાવીને ઘેરઘેર લોકોને જાણ કરી હતી.ઊત્તર વાહીનીનું મહત્વ સમજાવવા માટે તેઓ ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ સહિત અનેક જગ્યાએ ફર્યા છે.ત્યારે 21 માર્ચ ફાગણ વદ અમાસથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શરૂ થઈ ગઈ છે.અને આ પરિક્રમા કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ વખતે ઉમટી પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે.આ પરિક્રમા 20 એપ્રિલ ચૈત્ર વદ અમાસ સુધી ચાલશે છે.પરિક્રમાની શરૂઆત નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા નર્મદા કિનારે કીડી મકોડી ઘાટ દંડીસ્વામીના સ્થળથી શરૂ થતી હોય છે.ત્યાંથી પરિક્રમા શરૂ થયા બાદ ધનેશ્વર મહાદેવ, મંગલેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, તપોવન આશ્રમ, અવધુત આશ્રમ, સીતારામ આશ્રમ અને ત્યારબાદ સીતારામ આશ્રમથી નાવડીમાં બેસીને સામે નર્મદા કિનારે જવાનું હોય છે.પરિક્રમા કરતા કરતા આગળ વધીએ તો ત્યા મણીનાગેશ્વર મહાદેવનું મંદિર, કપિલેશ્વર મહાદેવ ઉપરાંત કામનાથ મહાદેવથી લઈને અનેક મહાદેવના મંદિરો આવે છે.આ મંદિરોનો દર્શન કરતાં કરતાં પરત કીડી મકોડી ઘાટ આવી ઉતરવાહિની નર્મદા પરિક્રમા પુરી થાય છે.નર્મદા મૈયાની ઉત્તરવાહીની પરિક્રમાનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે અને આ નર્મદા પરિક્રમાના અલગ અલગ સ્થળો પર સ્થાનિક લોકો તથા અનેક લોકો દ્વારા મફત ભંડારા તેમજ મફત પાણી શરબતથી લઇને તમામ સગવડો અને નાસ્તાની સગવડો મફત પુરી પાડવામાં આવે છે.

સાવરીયા મહારાજે જણાવ્યું હતું કે માર્કેન્ડિય ઋષિ નર્મદા પરિક્રમા કરી હતી.ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા દરમિયાન નર્મદા સ્નાનનું તો મહત્વ છે સાથે-સાથે પરિક્રમા દરમ્યાન નર્મદે હર બોલતા બોલતા પરિક્રમા કરવા જવાનું હોય છે.ખાસ કરીને નર્મદા પરિક્રમા દરમ્યાન ઘણા લોકો ફિલ્મી ગીતો ગાતા ગાતા અથવા અશોભનીય કપડાં પહેરતા હોય છે.નર્મદા મૈયાની પરિક્રમા કોઈ ફરવાનું સ્થળ નહીં પરંતુ એક ધાર્મિક યાત્રા છે.ત્યારે ધાર્મિક યાત્રા દરમિયાન સ્વચ્છ ભારતીય કપડાં પહેરીને લોકો પરિક્રમા કરવા જાય તેવું તેમને જણાવ્યું હતું.

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here