ગોધરા: 9 જાન્યુઆરી
ગોધરા શહેરના એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે હાલ પોલીસ ભરતીની પ્રક્રિયાની કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં ખેડા જિલ્લાના એક વ્યક્તિએ પોતાના સાળા ને જ આ ભરતી માટે કન્ફરમેશન નંબર સાથેનો કોલ લેટર સરકારી પોલીસ ની નોકરી મેળવવા માટે બનાવટી બનાવી આપી સાચા તરીકે ઉપયોગ કરવા માટે પ્રેરિત કરતા સમગ્ર મામલો પી.એસ.આઇ. માઉન્ટેડ વિભાગ,પોલીસ હેડ ક્વાર્ટર ગોધરા ને ધ્યાન પર આવતાં આ મામલે ગોધરા સહેર બી ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા શહેરના પોલીસ હેડક્વાર્ટરમાં માઉન્ટેડ વિભાગમાં પી.એસ.આઇ તરીકે ફરજ બજાવતા હરીશચંદ્રસિંહ ચૌહાણે ગોધરા શહેર બી ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગોધરા ખાતે આવેલા એસ. આર.પી.ગ્રુપ -૫ ગ્રાઉન્ડ ખાતે હાલ પોલીસ ની ભરતી પ્રક્રિયા ની કામગીરી ચાલી રહી છે.જેમાં તા.૭.૧.૨૦૨૨ ના રોજ ખેડા જિલ્લાના પણસોલી ગામના રિતેશ કુમાર વિષ્ણુભાઈ ચૌહાણે તેના સાળા ઠાકોર સંદીપકુમાર જયચંદભાઈ(રહે.ધોળકા,અમદાવાદ) ને ગોધરા ખાતેની પોલીસ ભરતી માટે કંફરમેશન નંબર ૯૨૧૪૦૫૧૯ અને બેઠક નંબર ૨૦૨૦૧૩૬૦ નો કોલ લેટર સરકારી પોલીસની નોકરી મેળવવા માટે બનાવટી બનાવી આપી તેના સાળાને ઉમેદવારનું શારીરિક ક્ષમતા તેમજ શારીરિક માપ કસોટીનો કોલ લેટર રિતેશ ચૌહાણ બનાવટી હોવાનું જાણતા હોવા છતાં તેના સાળાને સાચા તરીકે ઉપયોગ કરવા માટે આપી ગોધરા એસ. આર.પી.ગ્રાઉન્ડ ખાતે ભરતી માટે મોકલી અને જેને બારકોડનો તેમજ કોલ લેટર માં ઠાકોર સંદીપકુમાર જયચંદ ભાઈ ઉમેદવાર ની ખોટી સહી ઊભી કરી કન્ફર્મેશન નંબર નો કોલ લેટર નો ખોટું કુટ લેખન કરી ઉમેદવાર રોહિત વિનુભાઈ પરમાર,ખેડા નો કન્ફર્મેશન નંબર અને બેઠક નંબર સાચો હોવાનું જાણતા હોવા છતાં ખોટો બનાવટી દસ્તાવેજ ઊભો કરી ગુન્હો કરતા ગોધરા શહેર બી ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.