દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે આમ આદમી પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે આપ નેતાને દિલ્હીની એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાહત આપી છે. કોર્ટે મનીષ સિસોદિયાની વચગાળાની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.
દિલ્હી હાઈકોર્ટે સિસોદિયાને પોલીસ કસ્ટડીમાં પત્ની સાથે મળવાની પરવાનગી આપી છે. જોકે કોર્ટે સિસોદિયાને થોડા કલાકો માટે વચગાળાની રાહત આપી છે.
હાઈકોર્ટે મનીષ સિસોદિયાને આવતીકાલે સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધીના વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટે આ સાથે એક શરત મૂકી છે જે મુજબ સિસોદિયા આ સમયગાળા દરમિયાન મીડિયા સાથે વાત નહીં કરી શકે. આ સિવાય કોર્ટે જણાવ્યું કે, તેઓ મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે નહીં.