Home છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કોન્ડટેબલે આત્મહત્યા કરતા...

છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કોન્ડટેબલે આત્મહત્યા કરતા ચકચાર

135
0

છોટાઉદેપુર : 21 માર્ચ


છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ પોલીસ મથકમાં હેડ કોન્ડટેબલ કલ્પેશભાઈ છોટુભાઈ રાઠવાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. ચકચારી ઘટનાથી પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો હતો તથા શોકની લાગણી ફેલાઇ હતી. કોન્સ્ટેબલ ના મૃત દેહને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે પી એમ અર્થે લાવવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર નગરમાં આવેલ રાણી બંગલા પાછળ પોતાના મકાનમાં પાનવડ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈ છોટુભાઈ રાઠવાએ આજરોજ સવારમાં પત્નીને ઘરે નહોય તે સમયે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જેની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પોહચી તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. આત્મહત્યા કરનાર કોનસ્ટેબલ મૂળ છોટાઉદેપુર તાલુકાના મોટી સઢલી ગામનો વતની હોય જે છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. તેમ પોલીસે જણાવ્યું હતું.

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here