Home દેશ ચક્રવાતને લઇ નિર્મલા સીતારમણે બેન્કોને કર્યા આદેશ …. પશુ અને હોડીના વીમાનો...

ચક્રવાતને લઇ નિર્મલા સીતારમણે બેન્કોને કર્યા આદેશ …. પશુ અને હોડીના વીમાનો જલ્દી કરવો નિકાલ …

86
0

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા ચક્રવાતે ભારે તોફાન મચાવ્યું છે. ત્યારે વાવાઝોડાની અસરને પગલે તંત્ર પણ સજ્જ બન્યું છે. કચ્છના જખૌ બંદરે વાવાઝોડું ટકરાશે. જેને લઇ તમામ સુરક્ષા કરી દેવાઇ છે. જોકે તેમ છતાં તેમ છતાં પણ જાનમાલના નુકસાનનો ખતરો રહેલો છે. આ દરમ્યાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે જાહેર ક્ષેત્રની બેન્કો અને વીમા કંપનીઓનેના મેનેજમેન્ટ સાથે તોફાનને લઈને એક સમીક્ષા બેઠક કરી હતી. જેમાં વીમા કંપનીઓને ક્લેમનું ફટાફટ નિકાલ કરવા માટે કહેવામાં આવ્યું છે. તો વળી ચક્રવાતથી પ્રભાવિત ક્ષેત્રોમાં કર્મચારીઓની સુરક્ષાને લઈને બેન્કોને પાક્કી વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે.

તોફાનની ચેતવણી જાહેર થયા બાદ સામાન્ય લોકો અને માછીમારોને સુરક્ષિત સ્થાન તરફ મોકલી દેવામાં આવ્યા છે. તેમ છતાં પણ તટ પર રહેલી હોડી, ખેતરમાં ઊભો પાક અને ઢોર તતા અન્ય પશુધનને નુકસાન પહોંચવાની આશંકા વ્યક્ત કરાઈ છે. નાણા મંત્રાલયે ટ્વિટ કર્યું છે કે, નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, જીવન, મત્સ્ય પાલન, પશુધન, પાક, હોડી અને સંપત્તિના નુકસાનને સામે આવતા ક્લેમનું ફટાફટ નિવારણ લાવવું જોઈએ.

બેઠક દરમ્યાન નિર્મલા સીતારમણે કહ્યું કે, તમામ આપદા નિયમોનું પાલન કરવાની સાથે સાથે કર્મચારીઓને તેના વિશે જાગૃત કરવા જોઈએ. બેન્કો અને વીમા કંપનીઓએ એ નક્કી કરવું જોઈએ કો, બિપોરજોય ચક્રવાત દરમ્યાન કર્મચારીઓની યોગ્ય દેખરેખ, ભોજન અને દવા મળે. બેઠકમાં બેન્કો અને વીમા કંપનીઓના MDએ બિપોરજોય ચક્રવાતને ધ્યાને રાખી સાવધાનીના ઉપાયો વિશે વિસ્તૃત જાણકારી આપવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here