Home રાજ્ય ઘોઘંબા તાલુકાના કાટું ગામે ખેતરમાં ઉગાડેલા ગાંજા ના છોડ સાથે એક આરોપી...

ઘોઘંબા તાલુકાના કાટું ગામે ખેતરમાં ઉગાડેલા ગાંજા ના છોડ સાથે એક આરોપી ની ધરપકડ કરતી પંચમહાલ એસ. ઓ.જી પોલીસ ની ટીમ

284
0

ઘોઘંબા : 22 માર્ચ


ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે ચોક્કસ બાતમીના આધારે છાપો મારી પંચમહાલ જિલ્લા એસ.ઓ.જી.પોલીસે ખેતરમાં ઉગાડેલ વનસ્પતિ જન્ય લીલા ગાંજાના 14.160 કિલોગ્રામ વજનના અને 14,1, 600/- રૂ.ની કિંમતના 39 છોડ સાથે એક ઈસમને ઝડપી પાડી દામાવાવ પોલીસ મથકે એન.ડી.પી.એસ.એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો

બનાવની મળતી વિગતો પ્રમાણે પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં થતી નાર્કોટિક્સ ડ્રગ્સને લગતી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા માટે પંચમહાલ જિલ્લા ગોધરા શાખાની એસ.ઓ.જી. પોલીસ ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલે કવાયત હાથ ધરી છે જે અંતર્ગત પી.આઈ. આર.એ.પટેલને મળેલ બાતમીના આધારે એસ.ઓ.જી ની પોલીસ ટીમે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે કુવા ફળિયામાં રહેતા રમેશભાઈ સુરમાભાઈ નાયકના ખેતરમાં છાપો માર્યો હતો જેમાં એસ.ઓ.જી પોલીસે રમેશભાઈના ખેતરમાં ઉગાડવામાં આવેલ વનસ્પતિ જન્ય લીલા ગાંજાના 14.160 કિલોગ્રામ વજનના 39 નંગ છોડ જેની કિંમત 1,41,600/- રૂ.નો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં પોલીસે સ્થળ પરથી રમેશભાઈ સુરમાભાઈ નાયકની અટકાયત કરી દામાવાવ પોલીસ મથકે ખાતે રમેશભાઈ સામે એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો નોધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : દીનેશ ભાટીયા, ઘોઘંબા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here