રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરે રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ-હરિયાણા ભાજપના પ્રભારી અને દિલ્હીની ત્રણ લોકસભા સીટના પ્રભારી વિજયભાઈ રૂપાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણી અને તેમની સંવેદનશીલતા એકમેકના પર્યાય બની ગયા છે. સંવેદનશીલ અને સરળ સ્વભાવના માનવીની ઓળખ ધરાવતા વિજયભાઈ રૂપાણી ખરા અર્થમાં એક સંવેદનશીલ અને લાગણીશીલ,જીવદયાપ્રેમી અને પર્યાવરણપ્રેમી પણ છે, જે તેમના સૌથી મોટા ગુણો છે. મુખ્યમંત્રી તરીકે તેમણે અનેકાનેક નિર્ણાયક, પ્રગતીશીલ અને લોકકલ્યાણ કારી નિર્ણયો લઈને તેઓએ સમગ્ર ગુજરાતને ખ્યાતિ પ્રાપ્ત કરાવી છે. એક જનપ્રતિનિધિ તરીકે વિજયભાઈ રૂપાણી PM નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ અને સુશાસનથી પ્રેરાઇ તથા અનુસરી એક પ્રજાવત્સલ નેતા તરીકે ઓળખાયા છે.
તેઓના વ્યકિતત્વમાં હંમેશા વિવિધસ્તરે તેમની સાદગી,સરળ સ્વભાવ,ધર્મપરાયણતા,માનવતા, સંવેદનશીલતા અનુભવાતી રહી છે. ગુજરાતમાં આપત્કાલીક સમચ મા જેમ કે પૂરગ્રસ્ત વિસ્તારના અસરગ્રસ્ત લોકો હોય કે અકસ્માતમાં મૃત્યુ પામનારાઓને સહાય આપવાની હોય કે પરિવારજનનાં આકસ્મીક મૃત્યુ પર સાંત્વના પાઠવવાની હોય, વિજયભાઈ ગુજરાત આખાને પોતાનો પરીવાર સમજી સદાય સેવા–સહાય કરવા તત્પર તૈયાર રહ્યા છે.ત્યારે રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને 67માં વર્ષમાં મંગલમય પ્રવેશ કરે છે ત્યારે તેઓ સારા આરોગ્ય સાથે તંદુરસ્ત રહે અને લોકોની વધુને વધુ સેવા કરે તેવી ભગવાનને પ્રાર્થના સાથે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરએ શુભેચ્છા પાઠવેલ હતી.