Home આણંદ ખંભાતમાં રૂ 3 કરોડના ખર્ચે બનેલું રોક મ્યુઝિયમ ખંડેર હાલતમાં!

ખંભાતમાં રૂ 3 કરોડના ખર્ચે બનેલું રોક મ્યુઝિયમ ખંડેર હાલતમાં!

171
0

કચ્છ : 22 માર્ચ


આણંદ જિલ્લામાં છ પ્રવાસન સ્થળોને રૂ.૨૦ કરોડના ખર્ચે વિકસાવવા માટે તંત્ર દ્વારા વહીવટી તેમજ તાંત્રિક મંજૂરીની મહોર મારી હતી.જે અંતર્ગત વર્ષ-૨૦૧૪-૧૫-૧૬માં રૂ.૩ કરોડ ગ્રાન્ટ મંજૂર થયા બાદ લાલબાગના વિશાળ જગ્યામાં ઓપન રોક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું હતું. હાલ નવીન મ્યુઝિયમ બની ગયા બાદ 8 વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો છે. છતાંય હજી સુધી ઓપન રોક મ્યુઝિયમનું લોકાર્પણ થયું નથી. નોંધનીય છે લોકાર્પણ પૂર્વે જ અધધધ રૂ.૩ કરોડનું મ્યુઝિયમ ખંડેર બની જતા લોકાર્પણ તો ખંભાતીઓ માટે એક દિવાસ્વપ્ન બનીને રહી ગયું છે. વિકાસના ૩ કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા છે. એટલું જ નહિ એક બાજુ ખંભાતમાં ઐતિહાસિક વારસાને જાળવવા અર્થે તંત્ર દ્વારા નવીન બનાવેલ મ્યુઝિયમની કોઈ પણ પ્રકારની જાળવણી ન કરાતા ઐતિહાસિક વારસો-વસ્તુઓની જાળવણી કેમ કરશે? તેવા પ્રશ્ન સાથે તર્કવિતર્ક વહેતા થયા છે.

જિલ્લા પ્રવાસન સમિતિની યોજાયેલી બેઠકમાં આણંદ જિલ્લાના ૬ સ્થળોને ઐતિહાસિક સ્થળો અને યાત્રાધામોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે ખંભાત લાલબાગમાં રૂ.૩ કરોડના ખર્ચે ઓપન રોક મ્યુઝિયમ બનાવવા માટેનું આયોજન કરાયું હતું.કંટ્રક્શન કામગીરી હાથ ધરાયા બાદ ઐતિહાસિક વારસાને જાળવણી હેતુસર ભવ્ય મ્યુઝિયમ તૈયાર થઈ ગયું હતું.પરંતું મ્યુઝિયમ સમગ્ર તૈયાર થયાને છેલ્લા બે વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો છતાંય હાલ તંત્ર દ્વારા કોઈ જાળવણી ન લેવાતા ખંડેરાતમાં ફેરવાયું છે. છેલ્લા બે વર્ષથી મ્યુઝિયમ બનાવી ઐતિહાસિક વસ્તુઓ તેમજ વારસાનો ડેમો રજૂ કરવાના સ્વપ્નાં બતાવવામાં આવી રહ્યા છે. નોધનીય છે કે, ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે પાલિકાના પ્રકલ્પોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે અધધધ રૂ.૩ કરોડના ખર્ચે બનેલ ઓપન રોક મ્યુઝિયમને ખુલ્લું ન મુકાતા શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો હવે 8 વર્ષ જેટલો સમય વીત્યા બાદ પણ નવીન મ્યુઝિયમની જાળવણીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે એળે ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.હાલ મ્યુઝિયમ ધૂળ ખાઈ રહ્યું છે.વસ્તુઓ ચોરાઈ ગઇ છે.લાઈટો તૂટી ગયેલ છે, દિવાલોમાંથી પોપડા ઉખડી રહ્યા છે.સ્ટીલની રેલિંગ તૂટી ગયેલ છે.સૂકા પાંદડાની જેમ કચરા પેટીઓ પણ વેરવિખેર પડી રહી છે.બાંધકામ પણ અનેક જગ્યાએ જર્જરિત થઈ ગયેલ છે.લોકાર્પણ પૂર્વે જ વિકાસનો ફુગ્ગો ફૂટી રહ્યો તેમ લાગી રહ્યું છે.

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here