Home Other કોમશિર્યલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો…. , જાણો નવો ભાવ….

કોમશિર્યલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો…. , જાણો નવો ભાવ….

85
0

જૂન મહિનાના પહેલા જ દિવસે LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો. ઓઈલ કંપની દ્વારા 1 જૂનથી LPG સિલિન્ડરના ભાવમાં રાહત આપી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં કાપ મૂકીને ઓઈલ કંપનીઓએ જનતાને મોટી રાહત આપી છે. જોકે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. સરકારી ઓઈલ કંપનીઓ તરફથી જાહેર થયેલા ભાવ મુજબ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 83 રૂપિયાનો ઘટાડો થયો છે અને 19 કિલોવાળા કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ હવે 1773 રૂપિયા રહેશે. પહેલા આ સિલિન્ડર 1856.50 રૂપિયામાં મળતો હતો.

ઓઈલ કંપનીઓ તરફથી હવાઈ ઈંધણના ભાવમાં પણ કાપ મૂકાયો છે. ભાવમાં લગભગ 6500 રૂપિયાનો ઘટાડો થયો છે. જેની અસર આગામી સમયમાં હવાઈ મુસાફરી પર પડી શકે છે. નવા ભાવ 1 જૂનથી લાગૂ કરવામાં આવ્યા છે. ઓઈલ કંપનીઓએ ઘરેલુ LPG  સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. આ માટે રાજધાની દિલ્હીમાં પહેલાની જેમ જ 1103 રૂપિયા ચૂકવવા પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here