આપણે સૌ છેલ્લાં ઘણાં વર્ષોથી અમૂલ ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયાની એડ જોતા આવીએ છીએ. ત્યારે આ અમૂલની એડવરટાઇજિંગમાં આવતી નાનકડી ઢીંગલીનો આવિસ્કાર કઇ રીતે થયો તે તમને સવાલ થતાં હશે. તો તમને જણાવી દઇએ કે આ અમૂલ ગર્લનો આવિસ્કાર 1960ના દાયકામાં અમૂલ કંપની સાથે જોડાયેલા અમૂલ ગર્લના પિતામહ કહેવાતા સિલ્વેસ્ટર ડાકુન્હાએ કર્યો. ત્યારે આ અમૂલ ગર્લના સર્જક સિલ્વેસ્ટર ડાકુન્હાનું નિધન થયું છે. તેમણે 80 વર્ષની વયે મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા
Very sorry to inform about the sad demise of Shri Sylvester daCunha, Chairman of daCunha Communications last night at Mumbai
A doyen of Indian advertising industry who was associated with Amul since 1960s. The Amul family joins in mourning this sad loss @RahuldaCunhaॐ Shanti 🙏 pic.twitter.com/cuac1K6FSo
— Jayen Mehta (@Jayen_Mehta) June 21, 2023
અમૂલ ગર્લના આઈડિયા પાછળ સિલ્વેસ્ટર ડાકુન્હાના પત્ની નિશા અને આર્ટ ડિરેક્ટરના પત્નીનું પણ યોગદાન હતું. ડૉ. કુરિયને કહ્યું, દોરવામાં સહેલો, યાદગાર માસ્કોટ જોઈએ અને પોલ્કા-ડોટવાળા ફ્રોક, ગુલાબી-ચબી ચિક્સવાળી ગર્લ તો આવિષ્કાર થયો હતો આ ગર્લનો. અમૂલનું છેલ્લા 57 વર્ષથી ચાલતું ‘અટરલી બટરલી’ એડ-કેમ્પેઈન વિશ્વનું સૌથી લાંબુ ગણાવાય છે. તેઓ 1960થી અમૂલ સાથે જોડાયેલા હતા. તેમના નિધનથી અમૂલ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આખો પરિવાર આ શોકમાં સામેલ છે.
1960 નો દાયકો હતો. ડૉ. વર્ગીસ કુરિયનના વડપણ હેઠળ ગુજરાતનું દૂધ-સહકારી ક્ષેત્ર દેશમાં શ્વેત-ક્રાન્તિના પગરણ માંડી રહ્યું હતું. અમૂલ બ્રાન્ડને વધુ લોકપ્રિય, રાષ્ટ્રીય બનાવવા ચીલાચાલુ જાહેરખબરથી અલગ કંઈક જરૂર હતી. કુરિયને આ કામ ASP એડ એજન્સીને સોંપ્યું. જેના ડિરેક્ટર હતા સિલ્વેસ્ટર ડાકુન્હા. કુરિયને તેમને બે સ્પષ્ટ તાકીદ કરેલી. અમૂલનો માસ્કોટ અને જાહેરખબર દોરવામાં સહેલી અને અત્યંત યાદગાર રહે તેવો હોવો જોઈએ. ડાકુન્હાએ તેમના આર્ટ ડિરેક્ટર યુસ્ટેસ ફર્નાન્ડેઝ સાથે મળી પોલ્કા-ડોટવાળું ફ્રોક પહેરેલી ગુલાબી-ચબી ચિક્ક્સ ધરાવતી ‘અમૂલ ગર્લ’નો આવિસ્કાર થયો. છેલ્લાં 57 વર્ષથી અવિરતપણે ચાલતા વિશ્વના એકમાત્ર એડ કેમ્પેનનું સ્થાન ધરાવે છે.
અત્યારે આ અમૂલ ગર્લ એટલી બધી લોકપ્રિય બની કે, હવે પછી અમૂલની બટર ગર્લના હોર્ડિંગ પર કોના વિષે, શું કહેવાય છે તેની ઉત્કંઠા લોકવ્યાપી રહેતી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના અમૂલ એડ કેમ્પેનનું સંચાલન કરતા રાહુલ ડાકુન્હા અત્યંત ગૌરવ સાથે કહે છે કે, ડૉ. ગિસ કુરિયને સ્પષ્ટપણે પિતાને તાકીદ કરી હતી કે, એડ કેમ્પેન સહેજે બોરિંગ ન હોવું જોઈએ અને એવું રમતિયાળ માસ્કોટ બનાવો જે દેશભરની ગૃહિણીઓના દિલ પર રાજ કરે.
સિલ્વેસ્ટર ડાકુન્હાએ કુરિયનને સહેજે નિરાશ નહોતા કર્યાં, તે પુરવાર થયું છે. 60 અને 70 ના દાયકામાં હાથે દોરીને બનાવાતા આઉટ-ઓફ-હોમ એડ્વર્ટાઈઝિંગના હોર્ડિંગ્સ, ન્યૂઝ પેપરની પ્રિન્ટ એડથી માંડી બેક-લીટ, ફ્રન્ટ- લિટ હોર્ડિંગના સમયથી આગળ વધી સોશિયલ મીડિયાના પ્રત્યેક તબક્કે પરિવર્તન આવવા છતાં હજુ આજે પણ ‘અમૂલ ગર્લ’ અને તેના સાંપત વિટ્ટી સ્ટેટમેન્ટ્સ એટલા જ અસરકારક અને લોકપ્રિય છે.
અમૂલ ડેરી પ્રોડક્ટ કંપનીના બ્રાન્ડ સિમ્બોલ અમૂલ ગર્લના સર્જક સિલ્વેસ્ટર ડાકુન્હાનું અવસાન થતાં અમૂલ ગર્લ દુઃખના ભાવ સાથે વાયરલ થઇ છે. ત્યારે આ અંગે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના જયેન મહેતાએ ટ્વિટ કરી લોકોને જાણ કરી હતી. ત્યારે ડાકુન્હાના નિધનથી અમૂલ કંપનીમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.ત્યારે જયેન મહેતા સહિત અમૂલ સાથે સંકળાયેલા અધિકારીઓએ સિલ્વેસ્ટર ડાકુન્હાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.