Home Other કુસ્તીબાજો હવે મેડલ ગંગામાં પધરાવશે નહીં … , નરેશ ટિકૈતે ખેલાડીઓને મેડલ...

કુસ્તીબાજો હવે મેડલ ગંગામાં પધરાવશે નહીં … , નરેશ ટિકૈતે ખેલાડીઓને મેડલ પધરાવતા અટકાવ્યા… , સરકારને પાંચ દિવસનું અલ્ટીમેટમ આપ્યું…

113
0

એક મહિનાથી પણ વધારે સમયથી કુસ્તીબાજોએ બૃજભૂષણ શરણસિંહ સામે મોરચો ખોલ્યો છે. કુસ્તીબાજોને હવે દિલ્હીના જંતર-મંતર પરથી પણ હટાવી દેવામાં આવ્યા છે. ત્યારે મંગળવારે કુસ્તીબાજોના એક પગલાએ આખા દેશનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. રેસલરોએ હરિદ્વાર પહોંચી તેમના મેડલ ગંગા નદીમાં ફેંકવાની જાહેરાત કરી હતી.

 

કુસ્તીબાજો યૌન ઉત્પીડનના આરોપને લઈને WFI પ્રમુખ અને બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ગંગા નદીમાં પોતાના મેડલ વિસર્જિત કરવા માટે એકઠા થયા હતા. મેડલ પધરાવવા માટે પહેલવાનો હરિદ્વારના હર કી પૌડી પહોંચ્યા હતા. જોકે તે સમયે ખેડૂત નેતા નરેશ ટિકૈત ત્યાં પહોંચી અને ખેલાડીઓને મેડલ પધરાવતા અટકાવ્યા હતાં. ખેડૂત નેતા નરેશ ટિકૈતે રેસલર્સને સમજાવીને મેડલ લઇ સરકારને 5 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here