ગુજરાત: 23 ડિસેમ્બર
પંચમહાલ જિલ્લા ખાણખનીજ વિભાગે કાલોલ વિસ્તારમાં ફરી એકવાર ઓચિંતો છાપો મારતા ગેરકાયદે રેતી ખનન કરતું એક ટ્રેક્ટર ઝડપી લેતા રેતી ખનન કરતા તત્વોમાં હડકંપ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જીલ્લા ખાણ-ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમે શુક્રવારે કાલોલ વિસ્તારમાં રૂટિન ચેકિંગ દરમ્યાન કંડાચ રામનાથ વિસ્તારની ગોમા નદી તરફથી એક રેતી ભરેલું ટ્રેક્ટર અટકાવીને પુછપરછ કરતા ટ્રેક્ટર ચાલક પાસે કોઈપણ પ્રકારના રોયલ્ટી પરમિટ વિના ગેરકાયદે રેતી ખનન અને વહન કરી જતા રેતી ભરેલા ટ્રેકટરને ઝડપીને રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરીને ટ્રેક્ટર માલિક પ્રકાશ વણઝારા વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ખાણખનીજ વિભાગ દ્વારા રેતી ભરેલા ટ્રેકટરને કબ્જે કરી મામલતદાર કચેરી ખાતે મુકીને કસૂરવારો સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરતાં અન્ય ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.