દેશની આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ “હર દિન હર ઘર આયુર્વેદ” અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની આયુષ કચેરી – ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા, જીલ્લા પંચાયત પંચમહાલ અને શ્રીમતી મ.અ.હ. સરકારી આયુર્વેદ હોસ્પિટલ, પોપટપુરાના સંયુક્ત ઉપક્રમે સોમવારે રેફરલ હોસ્પિટલ ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ તથા આયુષ મેળો યોજાયો હતો. આ નિદાન કેમ્પ આયુર્વેદની દૃષ્ટિએ ઋતુચર્યા – યોગ નિદર્શન, વન ઔષધી, રસોડાનાં ઔષધો, વૃધ્ધાવસ્થા જન્ય વિકારો, ડાયાબીટીસ અને ચામડીના રોગો, સાંધાના દુઃખાવામાં અગ્નિ કર્મથી સારવાર, પંચકર્મ સારવારનું જીવંત નિદર્શન સહિત હોમીયોપેથી ઉપચાર અને આયુષ પધ્ધતિથી ઈલાજ અંગે માહિતી, માર્ગદર્શન અને નિદર્શન સહિત નિદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયૂષ વિભાગ અને હોમીઓપેથીના વિવિધ તબીબો અને નિષ્ણાતો સાથે કાલોલ તાલુકા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર સહિતના નેતાઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહેતા અનેક લોકોએ આયુર્વેદ ઉપચાર અને નિદાન કેમ્પનો લાભ લઈને રાહત અનુભવી હતી.