શનિવારે નવનિર્મિત મંદિરની મૂર્તિઓની ભવ્ય નગરયાત્રા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો એ હાજરી આપી હતી.
કાલોલ નગરમાં શ્રીવિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજીત ભગવાન શ્રી વિશ્વકર્મા મંદિરના નિર્માણ માટેની ઝુંબેશને આધીન કાલોલ- ગોધરા હાઇવે સ્થિત સુશાનદીપ સોસાયટી પાસે નવનિર્મિત મંદિરનું નિર્માણ પૂર્ણ થતાં તાજેતરમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શનિવારે નવનિર્મિત મૂર્તિઓની નગરયાત્રા યોજીને જલાધીવાસ મુજબનો હોમ હવન કરવામાં આવ્યો હતો,
રવિવારે સ્થાપિત દેવોનું પ્રાતઃ પુજન, દિક્ષુ હોમ, મૂર્તિનો અન્નાધિવાસ સાથે પુજન આરતી યોજાશે, જ્યારે સોમવારે વિશ્વકર્મા જયંતિના દિવસે પ્રાતઃપૂજન, શ્રીવિશ્વકર્મા જન્મ જયંતિ-સ્મૃર્તિ પ્રાણપ્રતિષ્ઠા તેમજ ધ્વજારોહણ બાદ પૂર્ણાહુતિ કરવામાં આવશે.