Home કચ્છ કચ્છનું ‘રક્ષક વન’ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર …. ભારતીય જવાનોની બહાદૂરીને સમર્પિત …

કચ્છનું ‘રક્ષક વન’ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર …. ભારતીય જવાનોની બહાદૂરીને સમર્પિત …

80
0

કચ્છમાં આવેલું છે. ‘રક્ષક વન’ . ચાર વિભાગમાં બનેલા રક્ષકવન પ્રવાસીઓમાં પ્રખ્યાત બન્યું છે. ત્યારે ૫ વર્ષમાં ૪,૪૪,૪૫૮ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. કચ્છમાં ગુજરાત રાજયનું ૧૮મું સાંસ્કૃતિક વન ભુજ તાલુકાના સરસપર નજીક ૨૦૧૮માં બનાવવામાં આવ્યું છે. ૯.૧૫ હેકટરમાં વિસ્તરેલું ‘રક્ષક વન’ ભુજથી ૧૪ કિલોમીટર દૂર રૂદ્રાણી ડેમની અડોઅડ આવેલું છે. રક્ષકવન વન સ્વતંત્ર ભારતની ગૌરવશાળી વીરાંગનાઓની અમર શૌર્ય ગાથાને સમર્પિત છે. ભુજ એરપોર્ટ ભારત-પાકિસ્તાનની સરહદે જોડાયેલું હોઈ ડિસેમ્બર-૧૯૭૧ માં દુશ્મનના વિમાનોએ ભુજ એરપોર્ટ નજીક હોઈ એરપોર્ટ પર હુમલો કરી હવાઈ પટ્ટીને નુકસાન પહોંચાડ્યું હતું. આ રક્ષક વન વર્ષ ૧૯૭૧ માં ભારત-પાક યુધ્ધ દરમ્યાન માધાપર ગામની વીરાંગનાઓએ કરેલી કામગીરી તથા ભારતીય જવાનોની બહાદુરીને અને સમર્પણને સમર્પિત છે.

રક્ષકવનના મુખ્ય ચાર વિભાગો:

(૧) અભેદ્ય કિલ્લા જેવું મુખ્ય પ્રવેશદ્વાર (૨) શૌર્ય શિલ્પ (૩) ઈન્ટરપ્રિટેશન સેન્ટર (૪) વિવિધ વનો

લોકશિક્ષણ અને જાગૃતિ અંગેની વિગત:

(એ) વોલ મ્યુરલ: જુદા-જુદા વોલ મ્યુરલથી કચ્છની વીરાંગના રૂદ્રમાતા દેવીની ઐતિહાસિક ગાથા તથા ભારતીય સંરક્ષણ દળના હથિયારોનું ચિત્રણ વનમાં કરવામાં આવેલું છે.

(બી) પરિચય કેન્દ્ર (ઈન્ટરપ્રિટેશન સેન્ટર): “રક્ષક વન”માં ત્રણ પ્રકારના ભુંગા બનાવવામાં આવેલા છે.

(I) ભુંગા-૧: કચ્છના વન્યજીવો વિષેની માહિતી દર્શાવવામાં આવેલી છે.

(II) ભુંગા-૨: કચ્છની લોકકળા તથા સાંસ્કૃતિક વનની માહિતી દર્શાવવામાં આવેલી છે.

(III) ભુંગા-૩: વન વિભાગ દ્વારા કરવામાં આવેલ વિવિધ કાર્યો તથા સારી કામગીરીની વિગત દર્શાવવામાં આવેલી છે.

(સી) વિવિધ વનો: “રક્ષક વન” માં જુદા-જુદા પ્રકારના વનો દા.ત. નક્ષત્ર વન, દેવ વન, રાશિ વન, આરોગ્ય વન, ખજુરી વન, નાળિયેરી વન દ્વારા વૃક્ષોની વિવિધ પ્રજાતિઓ અને તેના દૈનિક જીવનમાં મહત્વ દર્શાવવામાં આવેલા છે.

લોક સુવિધા :

(૧) પીવાના પાણીની સુવિધા: પીવાના પાણી માટે કલાત્મક રીતે તૈયાર કરેલા બે પરબના યુનિટ છે. ડિસેલિનેશન પ્લાન્ટની સુવિધા છે, જેની ક્ષમતા ૫૦૦૦ લિટર પ્રતિદિન છે.

(૨) બાળકો માટે ક્રીડાંગણ છે, જેમાં હિંચકો, લપસણી, બાંકડા વિ. જેવા રમતગમતના સાધનો છે

(૩) સિનિયર સિટિઝન માટે અલગ રેમ્પ છે, જેથી પગથિયાં ચડ્યા વગર વન ફરી શકાય તેવી

વ્યવસ્થા છે. બેસવા માટે બેઠક વ્યવસ્થા છે.

વિવિધ ઉપવનો:

“રક્ષક વન” માં જુદા-જુદા પ્રકારના ઉપવનો જેવાં કે રાશિ વન, પંચવટી વન, નક્ષત્ર વન, ખજુરી

વન, આરોગ્ય વન વગેરે ઉપવનો દ્વારા વૃક્ષોની વિવિધ પ્રજાતિઓ અને તેના દૈનિક જીવનમાં મહત્વ દર્શાવવામાં આવેલું છે.

વિવિધ ઉપવનોનું મહત્વ:

(અ) રાશિવન: જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાશિ દરેક વ્યક્તિના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. જન્મ રાશિ પ્રમાણે વૃક્ષારોપણ, સંવર્ધન અને રક્ષણ વ્યક્તિ માટે શુભ ગણાય છે.

(બ) પંચવટી વન: પંચવટી એટલે ખીજડો, લીમડો, વડ, આમળા અને પીપળો જેવા પાંચ વૃક્ષોની વનરાજી. જે પંચવટી વન તરીકે ઓળખાય છે.

(ક) નક્ષત્ર વન: આપણી રાશિ, નક્ષત્ર અને દરેક ગ્રહનું એક આરાધ્ય વૃક્ષ નક્કી કરવામાં આવેલ છે, તે મુજબ આપણે અનુકૂળ વૃક્ષો વાવવાં જોઈએ તેમજ તેમની રક્ષા કરવાથી લાભ થાય છે, તેવી માન્યતા છે.

(ડ) ખજુરી વન: ખજુરી કચ્છનું કલ્પવૃક્ષ કહી શકાય. ખજુરી વાવેતરના શ્રેષ્ઠ પ્રયોગો કચ્છમાં થઈ રહ્યા છે. ખજુરીનો આકાર વિહંગાવલોકનથી પ્રાપ્ત થાય તેવી રીતે ખજુરીનું વાવેતર કરવામાં આવ્યું છે.

(ઈ) આરોગ્ય વન: આપણી આસપાસની વનસ્પતિ અને તેના વિવિધ ભાગો થકી આરોગ્ય સુખાકારી વધારી શકાય છે અને રોગ નિર્મૂલન થઈ શકે તે દર્શાવતું મ્યુરલ અને વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવેલ છે.

રક્ષકવનની આસપાસ જોવાલાયક સ્થળો:

“રક્ષકવન” ભુજ શહેરથી ૧૫ કિમી ના અંતરે આવેલું છે. આ સાંસ્કૃતિક વન ભુજ-ખાવડા રોડ

પર આવેલું છે, જ્યાંથી વિશ્વ વિખ્યાત કચ્છનું સફેદ રણ લગભગ ૭૦ કિમી ના અંતરે, કચ્છનું ઐતિહાસિક શહેર ભુજ ૧૫ કિમીના અંતરે તથા ઐતિહાસિક રૂદ્રમાતા મંદિર ૩ કિમીના અંતરે આવેલા જોવાલાયક સ્થળો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here