Home Trending Special એવું તો શું થયું …. વિનાશક તોફાન પણ અચાનક શાંત પડ્યું અને...

એવું તો શું થયું …. વિનાશક તોફાન પણ અચાનક શાંત પડ્યું અને દિશા બદલી …. જાણો કોણે મહત્વનો ભાગ ભજવ્યો.

99
0

આ પ્રથમવાર તો નથી થયું કે ભારતમાં કોઈ કુદરતી આફત સમયે ઈસરોના સેટેલાઈટ્સ તારણહાર બનીને ઊભા રહ્યા હોય. આ અગાઉ પણ હુદુહુદ, અમ્ફન, ફાની જેવા ખતરનાક વાવાઝોડા અને અનેક રાજ્યમાં પૂર દરમિયાન આ સેટેલાઈટ્સની મદદથી હજારો જીવ બચાવવાનું શક્ય બન્યું.

કુદરતી આપત્તિઓને પહોંચી વળવા માટે ઈસરો ડિઝાસ્ટર મેનેજમેન્ટ સપોર્ટ (DMS) પ્રોગ્રામ ચલાવે છે. જેમાં અંતરિક્ષમાંથી સેટેલાઈટ્સ તરફથી મોકલવામાં આવેલા ડેટા, તસવીરો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ઈસરો કોઈ કુદરતી આફત સમયે કે ત્યારબાદ સેટેલાઈટથી મળેલા રિયલ ટાઈમ ઈન્ફોર્મેશનને કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલયો તથા વિભાગોને મોકલે છે. તેમાં તેના પોતાના સેટેલાઈટના ડેટા તો મોકલે છે પરંતુ સાથે બીજી સ્પેસ એજન્સીઓના સેટેલાઈટ પણ મદદ કરે છે. તેનું કારણ એ છે કે ઈસરો ડિઝાસ્ટર મેનેજમેન્ટના સિલસિલામાં અનેક અન્ય દેશોની સાથે ઈન્ટરનેશનલ ચાર્ટર સ્પેસ એન્ડ મેજર ડીઝાસ્ટર્સ, સેન્ટિનેલ એશિયા, UNESCAP જેવા આંતરરાષ્ટ્રીય ફ્રેમવર્કમાં સાથે મળીને કામ કરે છે.

NBTના રિપોર્ટ મુજબ ઈસરોના સેટેલાઈટની મદદથી હવામાનની સ્થિતિઓ પર સતત નજર રાખવામાં આવે છે. સેટેલાઈટ્સની મદદથી ટેલિકોમ્યુનિકેશન, બ્રોડકાસ્ટિંગ, હવામાન, સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ મળે છે. હાલ ઈસરોના બે હવામાન ઉપગ્રહ છે. INSAT-3D અને INSAT-3DR. આ બંને સેટેલાઈટ્સ પર ડેટા રિલે ટ્રાન્સપોન્ડર (DRT) લાગેલા છે. જે ગ્રાઉન્ડ સ્ટેશનો સુધી ડેટાની અવરજવર પર કામ કરે છે. સેટેલાઈટ્સથી આ ડેટા સીધા અર્થ સ્ટેશન પહોંચે છે.

2019માં જ્યારે ચક્રવાતી તોફાન ફાનીએ ભારતમાં દસ્તક આપી ત્યારે ઈસરોના સેટેલાઈટ્સની મદદથી એક અઠવાડિયાથી વધુ સમય પહેલા જ તોફાન વિશે જાણકારી મળી ગઈ હતી. ઈસરોના 5 સેટેલાઈટ્સ સતત તેના પર નજર રાખી રહ્યા હતા. તેઓ દર 15 મિનિટે ગ્રાઉન્ડ સ્ટેશનને ડેટા મોકલતા હતા જેના કારણે તોફાનને ટ્રેક કરવા, તેની ગતિ અને દિશાનું પૂર્વાનુમાન કરવામાં મદદ મળી અને સમયસર રેસ્ક્યૂ ઓપરેશનથી હજારો લોકોના જીવ બચાવી શકાયા.

એ જ રીતે ડિસેમ્બર 2016માં બંગાળની ખાડીમાં ઉદભવેલા તોફાન વરદા સમયે પણ ઈસરોના સેટેલાઈટ્સે તમિલનાડુમાં 10 હજાર લોકોને સમયસર રેસ્ક્યૂ કરવામાં મદદ કરી હતી ત્યારે NSAT-3DR અને ScatSat-1 સેટેલાટ્સમાંથી મળેલાના આધારે  ચેન્નાઈ, થિરુવલ્લુર, કાંચીપુરમ જિલ્લાઓમાંથી 10 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડાયા  હતા. ઓક્ટોબર 2014માં પણ હુદહુદ તોફાન સમયે ઈસરોના સેટેલાઈટ્સ INSAT-3D  તરફથી મળેલી તસવીરોના કરાણે તોફાનને ટ્રેક કરવામાં મદદ મળી હતી. જો તમને સટીક જાણકારી મળી જાય કે ક્યારે તોફાન ઉઠી રહ્યું છે, ક્યારે કઈ ગતિથી ક્યાં પહોંચશે તો સમયસર લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાનું સરળ બની જાય છે. આ સેટેલાઈટ્સે પણ આ જ કામ કર્યું.

ફક્ત તોફાન જ નહીં, પૂર અને અન્ય કુદરતી આફતો સમયે પણ ઈસરોના સેટેલાઈટ્સ ખુબ મદદગાર સાબિત થાય છે. દાખલા તરીકે 2018માં કેરળમં આવેલા ભીષણ પૂરનું ઉદાહરણ લો. ત્યારે ઈસરોના 5 સેટેલાઈટ્સે પૂરની સ્થિતિની નિગરાણી કરીને આફત રાહતમાં મદદ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here