Home કાલોલ એમ.એમ ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલોલમાં સાયબર ક્રાઇમ સેલ અતર્ગત વિધાર્થીઓમાં...

એમ.એમ ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલોલમાં સાયબર ક્રાઇમ સેલ અતર્ગત વિધાર્થીઓમાં જાગૃતિ કાર્યકર્મ યોજાયો.

178
0

કાલોલ : 7 જાન્યુઆરી


એમ.એમ ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલોલમાં કોલેજના આચાર્ય ડો.કિશોરભાઇ વ્યાસ તેમજ પ્રોફેસર આઈ.પી.મેકવાન ના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ.વિષ્ણુ આર.વણકર દ્વારા સાયબર ક્રાઇમ સેલ અતર્ગત વિધાર્થીઓમાં જાગૃતિ માટેનો કાર્યકર્મ યોજવામાં આવ્યો હતો.કાર્યકર્મની શરૂઆતમાં કોલેજના આચાર્ય દ્વારા વિધાર્થીઓને આજના યુગમાં થતાં સાઇબર ક્રાઇમની વાત ઉદાહરણ સહિત કરી હતી.આજના આ કાર્યકર્મના મુખ્ય વક્તા તરીકે ડૉ.વિષ્ણુ આર.વણકરે જણાવ્યુ હતું કે આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ.વર્તમાન ટેક્નોલોજીના યુગમાં અનેક વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ કરવા લાગ્યા છે પરંતુ ટેક્નોલોજી ના આજના જમાનામાં તેના ફાયદા સાથે ગેરફાયદા પણ જોવા મળે છે તેમણે સાઈબર ક્રાઇમના વિવિધ પ્રકાર,સાયબર અપરાધીની અપરાધ કરવાની પેટર્ન,આવા અપરાધથી બચાવ માટેના ઉપાયો સહિત વિસ્તૃત માહિતીથી વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા. તેમજ તમારી આજુબાજુમાં કોઈ વ્યક્તિ સાઇબર ક્રાઇમનો ભોગ બને તો તેમને મદદરૂપ થવા માટે સલાહ આપી હતી.કોલજના અન્ય અદ્યાપકોમાં પણ ઉપસ્થિત રહી માહિતી આપી હતી જેમાં કોલેજના અન્ય પ્રોફેસર કર્મચારીઓ ઉપસ્થિત રહી આ કાર્યકર્મમાં માર્ગદર્શન આપ્યું હતું.

અહેવાલ : મયુર પટેલ કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here